Gujarat

મહેસાણા: ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ જતાં ખળભળાટ

ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) નકલી બનાવટે તો હદ કરી નાંખી છે, હવે મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી (Factory) ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતું હતું. મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી. 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે. જેમાં 12 હજાર કિલોથી વધુનો નકલી જીરૂ ઝડપાયું છે.

  • ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલી વરિયાળીમાંથી જીરૂ બનાવાતું હતું

આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ગંગાપુર રોડ ઉપર એક શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતું હતું. વરિયાળી, ભુસુ ગોડની રસી અને પથ્થરનો ઉપયોગ કરી શંકાસ્પદ જીરું બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે રાજ્યના ડ્રગ્સ અને ફ્રુડ વિભાગે શંકાસ્પદ જીરૂના સેમ્પલ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ફેક્ટરીના માલિકે આ અંગે કહ્યું હતું કે આ પશુ આહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલી વરીયાળી પશુઆહાર હોવાનું જણાવ્યું હતું. જો કે આ પશુઆહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહીં હોવાની પણ વાત કરી હતી.

અમદાવાદના હેબતપુર પાસે ડમ્પર અડફેટે એક્ટિવા સવાર માતા-પુત્રીનાં મોત
અમદાવાદ: અમદાવાદ શહેર નજીકના હેબતપુર પાસે એક ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારતા એકટીવા પર પસાર થઈ રહેલા માતા અને પુત્રીનું ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના એસપી રીંગ રોડ ઉપર હેબતપુર પાસે એક એક્ટીવા ઉપર માલવિકા ગોસ્વામી (ઉ.વ. 40), તેમની નવ વર્ષની પુત્રી જાનવીને લઇ બોપલ તરફ જઈ રહ્યા હતાંય ત્યારે પૂરઝડપે આવી રહેલી એક ડમ્પરે એક્ટીવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં માતા માલવિકા અને પુત્રી જાનવીનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતની ઘટના અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top