Gujarat

લઠ્ઠાકાંડમાં એમોસના ડાયરેક્ટરે જામીન અરજી પાછી ખેંચી

અમદાવાદ : બોટાદ (Botad) લઠ્ઠાકાંડ (LatthaKand) મામલે અમદાવાદની (Ahmedabad) એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલે ધરપકડથી (Arrest) બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat HighCourt) કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે કંપનીના ડાયરેક્ટરો સામે લાલ આંખ કરી સેશન્સ કોર્ટમાં આગોતરી જામીન અરજી કરવા કહેવામાં આવતા આગોતરા જામીન અરજી પાછી ખેચી લેવામાં આવી હતી.

  • સેશન્સ કોર્ટમાં આગોતરી જામીન અરજી કરવાનું કહેવામાં આવતા જામીન અરજી પાછી ખેચી લેવામાં આવી
  • ‘અહીં સીધા આગોતરા જામીન માટે કેમ આવ્યા’ કહી ફટકાર લગાવી બે ડિરેક્ટરો સામે લુક આઉટ નોટિસ જારી કરી

લઠ્ઠાકાંડ મામલે અમદાવાદની એમોસ કંપનીમાંથી મિથેનોન મોકલવામાં આવ્યું હોવાનું બહાર આવતા કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિત અન્ય ચાર ડાયરેક્ટરો સામે પોલીસે પૂછપરછ માટે સમન્સ પાઠવેલું હતું. જો કે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા અને સમીર પટેલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. દરમિયાનમાં સમીર પટેલ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની હાથ ધરાયેલી સુનવણીમાં હાઇકોર્ટે સમીર પટેલને અહીં સીધા આગોતરા જામીન માટે કેમ આવ્યા છો ? તેમ કહી ફટકાર લગાવી હતી. અને બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી માટે કહ્યું હતું. લઠ્ઠાકાંડ મામલે તપાસની અધિકારીએ એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિત ચાર ડાયરેક્ટરોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ હાજર નહીં થતા બે ડિરેક્ટરો સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારે આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

Most Popular

To Top