ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. શનિવારે કલેક્ટર (Collector) અને ડીડીઓની બદલી કરાઈ હતી. કલેક્ટર અને ડીડીઓ (DDO) બાદ હવે સચિવાલય સુધીના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ થાય તેવી શક્યતા જણાવાઈ રહી છે. શનિવારે જે આઈએએસ અધિકારીઓની બદલી થઈ તેમાં ડી.એસ.ગઢવીની સુરત ડીડીઓ તરીકે બદલી કરાઈ છે. નડિયાદ ડીડીઓ ડીએસ ગઢવી સુરત ડીડીઓ તરીકે નિમણૂંક પામ્યા છે. જ્યારે નર્મદાના ડીડીઓ તરીકે પી ડી પલસાણાને મોકલવામાં આવ્યા છે. વિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. એચ.કે કોયા સાબરકાંઠાના નવા કલેક્ટર નિમાયા છે. સુરતના ડીડીઓ એચ.કે કોયાનું પ્રમોશન થતા તેમને સાબરકાંઠાના કલેક્ટર તરીકે મૂકાયા છે.
ક્યાં કોની નિમણૂંક કરાઈ ?
- સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની નિમણૂંક
- એ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી
- કે.એસ. બચાણીની ખેડા ડીડીઓ તરીકે ટ્રાન્સફર
- ડીડી કાપડિયાની વ્યારા ડીડીઓ તરીકે બદલી
- ડીએસ ગઢવીની સુરત ડીડીઓ તરીકે બદલી
- કે.ડી. લાખાણીની મહીસાગર ડીડીઓ તરીકે ટ્રાન્સફર
- પી.ડી. પલસાણાની નર્મદા ડીડીઓ તરીકે બદલી
- એબી રાઠોડની પંચમહાલ-ગોધરા ડીડીઓ તરીકે ટ્રાન્સફર
- રવિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના ડીડીઓ તરીકે બદલી