Gujarat

બોર્ડના રિઝલ્ટની તારીખ જાહેર થઈ, ધો. 12 કોમર્સનું 4 જૂને અને ધો. 10નું પરિણામ આ તારીખે જાહેર થશે

ગાંધીનગર: આખરે ગુજરાત બોર્ડના ધો. 12 કોમર્સ અને ધો. 10ના પરિણામની તારીખ જાહેર થઈ છે. ધો. 12 કોમર્સનું રિઝલ્ટ આવતીકાલે તા. 4 જૂનને શનિવારે જાહેર થશે, જ્યારે ધો. 10ના રિઝલ્ટ માટે પરીક્ષાર્થીઓએ હજુ બે દિવસ રાહ જોવી પડશે. તા. 6 જૂનના સોમવારના રોજ ધો. 10 બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે તા. 4 જૂન શનિવારના રોજ ધો. 12 કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ વિભાગના એક અધિકારી દ્વારા જ આ માહિતી જાહેર કરાઈ છે. જૂન મહિનાની શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનીસ્ટર કાર્યક્રમ અમદાવાદના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. શિક્ષણ વિભાગના મોટા ભાગના અધિકારી અને શિક્ષકો તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના લીધે રિઝલ્ટ જાહેર થવામાં વિલંબ થયો હતો. હવે તે કાર્યક્રમ પૂરો થયો હોય આવતીકાલે ધો. 12 કોમર્સ અને ત્યાર બાદ સોમવારે 6 જૂનના રોજ ધો. 10 એસએસસી બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. દર વર્ષની જેમ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરાશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી માર્કશીટની કોપી મેળવી શકશે.

તમને જણાવી દઈએ કે. ધો. 10માં અંદાજિત 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ધો. 12 કોમર્સમાં કુલ 4.22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠાં હતાં.

Most Popular

To Top