ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે, ત્યારે રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યૂમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહયું હતું કે રાજય સરકાર દ્વ્રારા ચોક્કસથી ધો 10 અને 12મી પરીક્ષા (10th 12th Exam) લેવાશે. તેમણે કહયું હતું કે ધો-10ના વિદ્યાર્થીનું ભાવિ ધો-10ની પરીક્ષા પછી ઘડાતુ હોય છે, એટલે પરીક્ષા તો લેવાશે, અલબત્ત વિદ્યાર્થીઓનીસલામતી બાબતે ધ્યાન રાખવામાં આવશે.
રાજય સરકાર દ્વ્રારા શાળાઓમાં આગામી તા.30મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવામા આવ્યુ છે. બીજી બાજુ 30મી એપ્રિલ સુધી તમામ મેળાવડાઓ પણ બંધ રાકવા સરકારે આદેશ કર્યો છે. આગામી સપ્તાહે સરકારની મહત્વની બેઠક મળશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ , શિક્ષણ મંત્રી , અને માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધિકારીઓ પણ તેમાં હાજર રહેશે. આ બેઠકમાં પરીક્ષા બાબતે આખરી નિર્ણય થશે. હાલમાં શિક્ષણ મંત્રી (Education Minister) કોરોનાની સારવાર લઈ રહયા છે.
વીર નર્મદ યુનિ.એ પચાસ ટકા કલેરીકલ સ્ટાફ બોલાવવા નિર્ણય કર્યો
સુરત: વીર નર્મદ યુનિ.માં કોરોનાના પગપેસારા સાથે આજથી સત્તાધિશોએ ટીચીંગ તેમજ નોનટીચીંગ સહિત પચાસ ટકા સ્ટાફ સાથે યુનિ. ચલાવવા ફતવો જારી કયો છે. સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાનો કહેર છે. વિતેલા એક સવા વરસથી કોરોના પીછો નથી છોડતો. યુનિ.નું ગયુ આખુ એકેડેમિક કેલન્ડર ઓનલાઇન એજયુકેશન સાથે ચાલ્યા બાદ ફરી આ વખતે પણ કોરોનાની બીજી લહેર ઘાતક નિવડતા તંત્ર ખોરવાઇ ગયુ છે. ગઇકાલે રાજય સરકારે આપેલા આદેશોને પગલે યુનિ.એ આજે એક પરિપત્ર જારી કયો છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.હેમાલી દેસાઇએ કહયુ હતુ કે આજથી પચાસ ટકા સ્ટાફને બોલાવવા આદેશ કરાયો છે. એક દિવસ છોડીને એક દિવસ ડયુટી અલોટ કરાઇ છે. તેમજ જે દિવસે જે કર્મચારી યુનિ.માં નહિ હોય તેમને વર્ક ફોમ હોમ કરવાનુ રહશે. તેમણે કહયુ હતુ કે કોરોનાના સંક્રમણથી યુનિ.ના કર્મચારીઓને બચાવવા સરકાર જયા સુધી બીજો આદેશ બહાર નહિ પાડે ત્યાં સુધી પચાસ ટકા સ્ટાફનો પરિપત્ર અમલી રહેશે.