ગાંધીનગર: રાજયમાં બીજા તબક્કામા ચૂંટણી (Election) લડી રહેલા 833 ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમ્જવલારો પૈકી 92 ઉમેદવારો પૈકી 92 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે.
આજે અમદાવાદમાં એસો. ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ (એડીઆર) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બીજા તબક્કાની 93 બેઠકો માટે તા.5મી ડિસે.ના રોજ મતદાન થવાનું છે ત્યારે આ બેઠકો પર ભાજપના 93, કોંગ્રેસના 90 તથા આપના 93 અને બીટીપીના 12 ઉમેદવારો ચૂંટણી લડી રહઆ છે. જેમાં કોંગીના 29, આપના 29 અને ભાજપના 29 ઉમેદવારો સામે ગુના દાખલ થયેલા છે. ગંભીર પ્રકારના ગુનાઓની વાત કરીયે તો ભાજપના 14, કોંગીના 10, આપના 17 તથા એક બીટીપીના ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. 9 જેટલા ઉમેદાવરો સામે મહિલાઓ પર અત્યાચારના ગુના દાખલ થેલા છે. જયારે એક ઉમેદવાર સામે હળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે. 2 ઉમેદવારો સામે હત્યાને જયારે 8 જેટલા ઉમેદવારો એવા છે કે જેમની સામે હત્યાનો પ્રયાસ જેવો ગંભીર ગુનો દાકળ થયેલો છે.બીજા તબક્કાની 93 બેઠકો પૈકી 19 બેઠકો એવી છે કે જેને રેડ એલર્ટ મતક્ષેત્રો કહી શકાય. એટલે કે એક બેઠક પર ત્રણ કરતા વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
બીજા તબક્કાના 833 જેટલા ઉમેદવારો પૈકી 245 જેટલા ઉમેજલારો કરોડપતિ છે.બીજેપીના 93 ઉમેદવારો પૈકી 75 ઉમેદવારો , કોંગીના 77 , આપના 35 ઉમેદવારો કરોડપતિ છે.ફમેજવારોની સરેરાશ મિલકત 4.25 કરો઼ જેટલી છે. બીજેપીના 93 ઉમેદવારોની સરેરાશ મિલકત 19.58 કરોડ થવા જાય છે.કોગીના 90 ઉમેદવારોની સરેરાશ મિલકત 7.61 કરોડ થવા જાય છે.જયારે આપના ઉમેદજવારોની સરેરાશ મિલકત 5.28 કરોડ થવા જાય છે. સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેજવારોમાં બીજેપીના ગાંધીનગરની માણસા બેઠકમના ઉમેદવાર જે એસ પટેલ 661 કરોડ, બીજા સ્થાને ભાજપના સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત 372 કરોડ તથા ત્રીજા સ્થાને આપના ડભોઈના ઉમેજવાર અજીતસિંહ ઠાકોર 343 કરોડ઼ની સંપત્તિ ધરાવે છે.ગાંધાીગનર તથા અમદાવાદમાં ચૂંટણી લડી રહેલા 5 ઉમેજદાવરો એવા છે કે જેઓ ઝીરો સંપત્તિ ધરાવે છે.ગાંધીનગરના જે એસ પટેલને 233 કરોડમનું દેવુ છે.વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલાને 27 કરોડમનું દેવુ છે. જયારે બીજેપીના મહેસાણામના રમણલાલ પટેલને 20 કરોડનું દેવુ છે. 833 ઉમેદવારો પૈકી 505 ઉમેદવારો 5થી 12 ધોરણ સુધી ભણેલા છે.264 ઉમેદવારો ગ્રેજયુટ થયેલા છે.27 જેટલા ઉમેદવારો ડિપ્લોમાં હોલ્ડર છે.જયારે 32 ઉમેદવારો એવા છે કે જેમને માત્ર લખતાં – વાંચતા આવડે છે.