અમદાવાદ: ભાજપના (BJP) ચાલ ચરિત્ર અને ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. 2021માં અમદાવાદના (Ahmedabad) નારણપુરા વોર્ડમાંથી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર નીરવ જગદીશ કવિએ ધારમાં છુપાવીને હિન્દુ ધર્મના નામથી ચૂંટણી લડી હતી આ અંગે ચૂંટણી પંચ તેમજ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ફરિયાદી જયેશ પટેલે કે સાબિત કરવા માટે નીરવ કવિ ના અભ્યાસનો તેમજ સાક્ષી તરીકે સ્કૂલના પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેના પરથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે કે નીરવ કવિનો ધર્મ મુસલમાન રાજ કવિ મીર છે.
પ્રદેશ કોંગ્રેસના મીડિયા કો કન્વીનર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ભાજપના જ ૨૦૨૧માં ચૂંટાયેલા કોર્પોરેટર નિરવ જગદીશભાઈ કવીએ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ નામથી ચૂંટણી લડી હતી. આ બાબતે તા. ૮-૬-૨૦૨૧ના રોજ ચૂંટણી કમિશ્નર ગાંધીનગર, અમદાવાદ શહેર પોલીસ, નવરંગપુરા પોલીસ ઈસ્પેક્ટર અને નવરંગપુરા વોર્ડના ચૂંટણી ઓફિસરને કોંગ્રેસના ઉમેદવાર જયકુમાર પટેલ દ્વારા લેખિત ફરીયાદ કરવામાં આવેલી હતી પરંતુ યોગ્ય ન્યાય ન મળતા તા. ૨૭-૧૦-૨૦૨૧ ના રોજ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. ૨૩માં ફરીયાદ કરેલી હતી.
નવરંગપુરા વોર્ડ 18ના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર નીરવ જગદીશભાઈ કવી, જેને પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી એક હિન્દુ નામથી ચૂંટણી લડી હતી, પોતાનો સાચો મુસ્લીમ ધર્મ ખબર ના પડે તે માટે ઉમેદવારીપત્રમાં એફીડેવીટમાં પોતાની સાચી જન્મ તારીખ લખેલી નહી અને ખોટી જન્મ તારીખ લખીને ખોટુ હોવાનું જાણવા છતાં ખોટુ સોગંદનામું કરેલું છે. ફરીયાદી જયકુમાર પટેલે કેસ સાબિત કરવા માટે નીરવ કવી જે સ્કુલમાં અભ્યાસ કરેલો હતો તેમને સાક્ષી તરીકે સ્કુલ જી.આર. સાહે હાજર રાખીને પુરાવો આપેલો જે પુરાવો કોર્ટે તા. 3-9-2022ના રોજ પંકજ વિદ્યાલય તેમજ સમર્થ વિદ્યાવિહાર સ્કુલના ઓર્થોરાઈઝ વ્યક્તિ હાજર રહીને પુરાવો રજુ કરેલો તે જોતા તેમાં સ્પષ્ટ પણે જણાઈ આવે છે કે. નિરવ જગદીશભાઈ કવીનો ધર્મ મુસલમાન રાજ કવી મીર છે, અને તેની સાચી જન્મ તારીખ 1-6-1975 છે. (જુબાની બતાવી રજીસ્ટર) ખોટી જન્મ તારીખ ફોર્મ મુજબ તા. 11-11-1977. આમ નિરવ જગદીશભાઈ કવી પોતાનો સાચો ધર્મ છુપાવી હિન્દુ બહુમતી ધરાવતા નવરંગપુરા વોર્ડમાંથી ખોટા પુરાવાઓ બનાવી ખોટા હોવાનું જાણાવતા તેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણ દ્વારા ચૂંટણી જીતેલા છે, જેની સાચી માહિતી કોર્ટમાં રજૂ થયેલી છે.