અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું હતુ. વહેલી સવારે મતદાન માટે લાઈનો લાગી હતી. 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. 5 વાગ્યા સુધીમાં 58.38 ટકા મતદાન થયું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં 21 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. બીજા તબક્કાના મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધી 58.68 ટકા મતદાન નોંધાયું હતું. આ દરમિયાન સૌથી વધુ 65.84 ટકા મતદાન સાબરકાંઠામાં થયું હતું.
અમદાવાદ – 53.16%
આણંદ – 59.04%
અરવલ્લી – 60.18%
બનાસકાંઠા – 65.65%
છોટા ઉદેપુર – 62.04%
દાહોદ – 55.80%
ગાંધીનગર – 59.14%
ખેડા – 62.65%
મહેસાણા – 61.01%
મહિસાગર – 54.26%
પંચમહાલ – 62.03%
ડમ્પિંગ – 57.28%
સાબરકાંઠા – 65.84%
વડોદરા – 58.00%
મતદાનનો સમય પૂર્ણ થતા કેટલાક જિલ્લાઓમાં EVM સીલ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ મતદાન મથકો પર જેટલા લોકો પ્રવેશ લઈ ચુક્યા હતા તેટલા મતદારોના મતદાનની પ્રક્રિયા પૂરી કરાશે. શહેરોનું કેટલા ટકા મતદાન થયું તેના હજી સુધી ચોક્કસ આંકડા સામે આવ્યા નથી. પરંતુ એ કહી શકાય કે શહેરો કરતા ગામડાઓમાં વધુ મતદાન થયું છે.
સવારે પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે હવે બપોરે એક વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન નોંધાયું હતું. ત્રણ વાગ્યા સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું હતું જેમાં સૌથી વધુ 57 ટકા મતદાન સાબરકાંઠા જિલ્લામાં થયું હતું. જ્યારે અમદાવાદમાં 44 ટકા સાથે સૈથી ઓછું મતદાન નોંધાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કર્યું. મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું હતું.
મતદાન કરવા જતાં દાદી રેલિંગ પરથી નીચે પટકાયા
પાટણમાં મતદાન કરવા પહોંચેલા વૃદ્ધા રેલિંગ પરથી નીચે પટકાઈ ગયાં હતાં. જો કે ફરજ પર હાજર પોલીસકર્મીઓએ તેમને તરત ઉભા કરી દીધા હતા. પરંતુ વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળતા તાત્કાલિક 108ને કોલ કરવામાં આવ્યો હતા. ગંભીર ઈજા પહોંચ્યા બાદ પર વૃદ્ધા મતદાન કર્યું હતું.
વડાપ્રધાનના માતા હીરા બાએ પણ કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે પીએમ મોદીના ભાઈ પંકજભાઈ પણ હાજર રહ્યા હતા. ઘરે મતદાનની સુવિધા હોવા છતાં હીરા બાએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું.
EVMનો ફોટો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
ડીસામાં આપના નિશાન પર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરીને મત આપતો EVMનો ફોટો વાયરલ થયો હતો, ત્યાર બાદ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.
સિનિયર સિટિઝનની મદદ આવી પેરામિલેેટરી ફોર્સ
રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકે લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાં સિનિયર સિટીઝન અને બીમાર લોકો પણ પોતાના હકનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. જ્યાં તેઓની મદદ માટે પોલીસ તેમજ પેરામિટલેટરી ફોર્સે કરી હતી. જવાનોએ સિનિયર સિટિઝન તેમજ બીમાર લોકોને ઈવીએમ મશીન સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આવા અનેક દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે.
હાર્દિક પટેલ અને તેની પત્નીએ મતદાન કર્યું
પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતા અને વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પણ મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. હાર્દિક પટેલ અને તેની પત્નીએ મતદાન કર્યું હતું. તેમજ હાર્દિકની પત્નીએ જણાવ્યું હતું કે વિરમગામ બેઠક પર લોકો પરિવર્તન ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે મતદાનના એક દિવસ પહેલા જ પાસ દ્વારા વિરમગામમાં હાર્દિક વિરુદ્ધ બેેનેરો લગાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિક પટેલે વિરુ્દ્ધ વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ સાથે જ શંકરસિંહ વાઘેલા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આનંદીબેન પટેલે શીલજ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું, શંકરસિંહ વાઘેલાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતું.
ગુજરાતમાં સવારે 3 વાગ્યા સુધી 50 ટકા મતદાન
અમદાવાદ- 44.67%
આણંદ – 53.75%
અરવલ્લી – 54.19%
બનાસકાંઠા – 55.52%
છોટા ઉદેપુર – 54.40%
દાહોદ – 46.17%
ગાંધીનગર – 52.05%
ખેડા – 53.94%
મહેસાણા – 51.33%
મહિસાગર – 48.54%
પંચમહાલ – 53.84%
ડમ્પિંગ – 50.97%
સાબરકાંઠા – 57.23%
વડોદરા – 49.69%
પીએમ મોદીએ ચૂંટણી પંચ, લોકોનો આભાર માન્યો
પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે. હું દેશની જનતાનો આભાર માનવા માંગુ છું. હું તેમનો આભાર માનું છું. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા માંગુ છું.
પીએમ મોદી ચાલતા મતદાન કેન્દ્ર પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી રવાના થયા હતાવડાપ્રધાન મોદી ચાલીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા. રાણીપ નિશાન સ્કૂલની બહાર લોકોમાં PM મોદીનો આવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદી મતદાન કર્યા બાદ તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. જ્યારે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહપરિવાર મતદાન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહી ઠાઠ સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. સીએમ ઢોલ-નગરા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે કેટલાક સમર્થકો પણ કેસરી સાફો પહેરી મતદાન મથક પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સહ પરિવાર સહિત શીલજમાં મતદાન કર્યું હતું. સીએમ પટેલે વોટિંગ કર્યા બાદ ચાની ચૂસકી પણ લીધી હતી. પીએમ મોદીના માતા હીરાબા રાયસણથી મતદાન કરશે.
હાર્દિક પટેલે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના સાંસદ અમિત શાહ અહીં નારણપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ પેટા-પ્રાદેશિક કાર્યાલય ખાતે મતદાન કરશે. પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણી અને અગાઉની ચૂંટણીઓમાં પણ પોતાનો મત આપ્યો હતો. મતદાન મથક અમદાવાદ શહેરમાં સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.
અમદાવાદ શહેર સહિત અન્ય જિલ્લાઓ પણ મતદાન કરવા માટે લોકોની ભીડ સવારથી જોવા મળી રહી છે. ત્યારે વડોદરના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામીનારાયણના સંતો મતદાન કરવા ઊમટ્યા હતા. મતદાન કેન્દ્ર પર લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
EVM ખોટકાયા હોવાની ફરિયાદ
મોડાસામાં માત્ર મહિલાઓ જ મતદાન કરશે. સંપૂર્ણ મહિલાઓ સંચાલિત મતદાનદાન મથક ઊભું કરાયું. આ સિવાય અરવલ્લીના મોડાસામાં, વડોદરાના પાદરામાં, બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં અને ખાનપુરના બાકોરમાં EVM ખોટવાયા હોવાનું સામે આવ્યું છે. દેવગઢ બારિયાના ફૂલપુરામાં EVM ખોટવાયું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ખોખરામાં EVM ખોટવાયું હતું ત્યારે મતદાન શરૂ થયા બાદ મતદાન થઈ શક્યું ન હતું. જ્યારે દરિયાપુર બેઠકના કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરથી મતદાન કર્યું હતું.
ભાજપ અને AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય પક્ષોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 ઉમેદવારો અને બહુજન સમાજ પાર્ટી (BSP) એ 44 ઉમેદવારો ઉભા રાખ્યા છે. સોમવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
બીજા તબક્કામાં ઘણી લોકપ્રિય બેઠકો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા, પાટીદાર નેતા હાર્દિક પટેલની વિરમગામ બેઠક (બંને અમદાવાદ જિલ્લામાં), અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ, દલિત નેતા કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીની વડગામ (બનાસકાંઠા જિલ્લો), વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના જેતપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના બળવાખોર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા (વડોદરા જિલ્લો)માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.