Gujarat Main

ગુજરાતના 36 શહેરોમાં વેપારીઓ સવારના 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે, રાત્રિ કર્ફ્યૂ યથાવત

રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં વેપારીઓને રાહત થાય તેવી જાહેરાત કરી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પરંતુ વેપાર ધંધા માટે નિયંત્રણો હળવા કરાયા છે. લારી ગલ્લા સહિતની દુકાનો કાલથી સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. બીજી તરફ સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર હોટલો અને રેસ્ટોરન્ટમાં ટેક-અવેની જ સુવિધા રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગયા છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના પીપાવાવમાં કહ્યુ કે, હવે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લાગૂ છે ત્યાં વેપારીઓ સવારે 9થી બપોરે ત્રણ કલાક સુધી દુકાનો ખોલી શકશે. હવે જીવન જરૂરીયાત સિવાય અન્ય વસ્તુઓની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ 27 મે સુધી અમલમાં રહેશે.

  • નવી યાદીમાં આ વેપાર શરૂ રહેશે
  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂન
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઇલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • પંચરની દુકાન
  • ગેરેજ
  • આ વેપાર બંધ રહેશે
  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • અસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ
  • આ સાથે સમગ્ર પ્રકારના મોલ્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સિસ રહેશે બંઘ

આ શહેરોને મળી છૂટછાટ
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં અત્યાર સુધી ફક્ત આવશ્યક સેવાઓ સિવાયની બધી જ દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઉપરાંત રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ હતાં. હવે અહીં વેપારીઓ મર્યાદિત સમય માટે પોતાની દુકાનો ખોલી શકશે. જોકે રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.

રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે. આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

Most Popular

To Top