Gujarat

સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે : કોગ્રેસ

અમદાવાદ : નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં (Gujarat) 12.50 કરોડની રૂ. ૨૦૦૦, રૂ. ૧૦૦- અને રૂ. ૨૦૦ની નકલી નોટો પકડાઈ જે ગંભીર અને ચિંતાનો વિષય છતાં ભાજપા (BJP) સરકાર મૌન છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ચાલે છે ? શુ સરકારની ભીલીભગત છે ? તેવો ગંભીર સવાલ કોગ્રેસે (Congress) કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦ની ૧૧,૪૨,૦૮૦૦૦ ના મૂલ્યની નોટો પકડાઈ છે. રૂ. ૫૦૦ની ૭૪,૮૮,૫૦૦ના મૂલ્યની નોટો પકડાઈ છે. જ્યારે રૂ. ૨૦૦ની ૭,૭૬,૮૦૦ ના મૂલ્યની નોટો પકડાઈ છે. આમ કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો નોટબંધી બાદ પકડાઈ છે. જે સમગ્ર દેશમાં સર્વાધિક નકલી નોટો પકડાઈ તેવુ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. દેશમાં નોટબંધી પછી નકલી નોટો જે બેંકિગ પ્રણાલીમાં પકડાયેલ નકલી નોટોનું મૂલ્ય ૯૫,૧૪,૨૪,૯૭૫ જેટલું અધધ થાય છે જે દેશ સામે સૌથી મોટો પડકાર છે દેશમાં નોટબંધી વખતે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, “નકલી નોટોના કારોબાર પર રોક લાગશે”, “મોટી રકમ નોટોથી નકલી નોટો- કાલાધન પર રોક લાગશે” તેવી મોટી મોટી જાહેરાત પણ હકીકત સદંતર ઉલટી છે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦-ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર થાય છે, નકલી ઈન્જેક્શન, નકલી વેન્ટીલેટર, નકલી દવા, નકલી બિયારણ, નકલી ડીગ્રી, નકલી માર્કસીટ, નકલી દારૂ, ડ્રગ્સ વારંવાર ઠલવાય છતાં સબ સલામતની ગુલબાંગો ફેકતી ભાજપના ગૃહવિભાગની સિધ્ધી છે. ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમાંકે કેમ ? ગુજરાતમાં કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય છે, ઝેરી દારૂનું ઉત્પાદન થાય છે, ગુજરાતમાં મોટા પાયે ઘુસતા ડ્રગ્સ અને સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પાદિત ડ્રગ્સથી લાખો યુવાનો વ્યસનના આગમાં ધકેલાઈ રહ્યાં છે. તેના માટે જવાબદાર ભાજપ સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે.

Most Popular

To Top