Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ બન્યા ‘નાયક’, હવે CMOના આ વોટ્સએપ નંબર પર કરી શકાશે સીધી ફરિયાદ

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાગરિકોના (citizens) હિતમાં માટે એક જાહેરાત કરી છે. ઘણીવાર રાજ્યના નાગરિકોને ઘણી સમસ્યાઓ હોય છે. સમસ્યાઓને લઈને નાગરિકો સરકારી ઓફિસોના ધક્કા ખાતા રહે છે, પરંતુ તેમની સમસ્યાઓનું નિવારણ આવતું નથી. ત્યારે હવે નાગરિકો કોઈ પણ સમસ્યાને લઈને ડાયરેક મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો હવે CMOને સીધી ફરિયાદ કરી શકશે, સીએમઓમાં સંપર્ક કરવા માટે એક વોટ્સએપ નંબર (Whatsapp Number) જાબેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર પર તમે ફરિયાદ કરી શકો છો, જે સીધી મુખ્યમંત્રી સુધી પહોંચશે. આ જાહેરાત બાદ તમને નાયક ફિલ્મના અનિલ કપૂરની યાદ અપવાશે જેમાં મુખ્યમંત્રી સાથે નાગરિકો સીધો સંવાદ કરી શકતા હતા.

  • ગુજરાતના નાગરિકો માટે સારા સમાચાર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિકોના હિત માટે લીધો મોટો નિર્ણય
  • હવે નાગરિકો સીધી ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે
  • ગુજરાત સીએમઓ તરફથી નાગરિકોના હિત માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો
  • વોટ્સએપ નંબર પર ફરિયાદ, અરજી કરી મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકો છો
  • વોટ્સએપ નંબર પર ફરિયાદ, અરજી કર્યા બાદ તમને સામેથી જવાબ મળશે

આ વોટ્સએપ નંબર પર સીધો સંપર્ક કરી શકશો
રાજ્યમાં કોઈપણ સમસ્યાઓને લઈને હવે નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવવા માટે 7030930344 વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ નંબરનો ઉપયોગ કરી કોઈ પણ નાગરિકો પોતાની સમસ્યા મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી શકે છે.

ફરિયાદનો જબાબ પણ મળશે
રાજ્યના નાગરિકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નાગરિકો પોતાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકે છે. પરંતુ નાગરિકોના મનમાં પ્રશ્ન થતો હશે કે ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી થશે? અને તે પહેલા ફરિયાદનો કોઈ વળતો જવાબ મળશે કે નહીં? ત્યારે CMO તરફથી નાગરિકોને ફરિયાદનો જવાબ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની તમામ બાબતો માટે તમે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકો છો, આ સાથે જ તમને તમને તેનો જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ તમને મળશે.

Most Popular

To Top