Gujarat

રૂપાણી સરકારને હટાવવાનો PM મોદીનો નિર્ણય સારો: શા માટે ભાજપના કાર્યકરો કહી રહ્યાં છે આ વાત?

ગાંધીનગર: (Gandhinagar) માર્ચ -2020થી કોરોનાના કારણે મુલાકાતીઓ માટે બંધ કરાયેલા સચિવાલયના (Secretariat) દરવાજા હવે દાદાની સરકારે ખોલી નાંખતા મંગળવારે ગાંધીનગરમાં રાજ્યભરમાંથી ભાજપના (BJP) કાર્યકરો અને ટેકેદારો તથા શુભેચ્છકો સચિવાલયમાં ઉમટી પડ્યા હતા. સચિવાલયમાં એટલી બધી કારનો જમાવડો જોવા મળતો હતો કે છેવટે બપોર પછી તમામ કારનું પાર્કિંગ સચિવાલયની બહાર કરાવવામાં આવ્યું હતું.

સીએમ ઓફિસની બહાર પણ કાર્યકરોનો મોટો જમાવડો જોવા મળતો હતો. ખાસ કરીને તમામ મંત્રીઓને પણ મળવા માટે મત વિસ્તારના કાર્યકરો અને ટેકેદારો ગાંધીનગર દોડી આવ્યા હતા. બધાં જ કાર્યકરો બૂકે અને મીઠાઈ વહેંચીને તેમના વિસ્તારના ભાજપના ધારાસભ્યોને મંત્રી બનાવાયા તેનાથી ખુશખુશાલ જોવા મળ્યા હતા. સંખ્યાબંધ કાર્યકરો એવી વાતો કરતાં હતા કે પીએમ નરેન્દ્ર મોદીએ આખે આખી સરકાર બદલી નાંખવાનો જે બોલ્ડ નિર્ણય લીધો છે. તે સારૂ પગલું ભર્યુ છે.

  • કોરોનાના કારણે રૂપાણી સરકારે બંધ કરેલા સચિવાલયના દરવાજા દાદાની સરકારે ખોલી નાંખતા સચિવાલયમાં ગુજરાતભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા
  • સીએમ ઓફિસ સહિત તમામ મંત્રીઓને શભેચ્છા આપવા કાર્યકરોનું ઘોડાપુર ઉમટી પડ્યું : બૂકે અને મીઠાઈ આપીને શુભેચ્છાની આપ લે કરાઈ

નવી સરકારના મંત્રીઓ જ્ઞાતિનું બેલેન્સિંગ
સિનિયર ભાજપના નેતાએ કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમને એન્ટીઈન્મકબન્સી ફેક્ટર નડી જતું, પરંતુ અમે આખી સરકારના તમામ મંત્રીઓને બદલી નાંખ્યા એટલે હજુ ચૂંટણી આડે 13 મહિના બાકી છે એટલે સરકાર વિરોધી મતોનું પરિબળ નબળુ પડી જશે. આ ઉપરાંત પાટીદાર સીએમ નીમાયા છે એટલે પાટીદાર સમાજની પણ નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. બીજુ કે સરકારમાં ઓબીસી મંત્રીઓને પણ સમાવાયા છે, એટલે નવી સરકારમાં જ્ઞાતિના સમીકરણો જોતાં હાઈકમાન્ડ દ્વારા બેલેન્સિંગ એક્ટ કરવામાં આવ્યું છે.

દાદાની સરકારમાં અડધો ડઝનથી વધુ મંત્રીઓ માટે નવી કાર ખરીદાશે

ગાંધીનગર: નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અડધો ડઝનથી વધુ મંત્રીઓ માટે રાજ્ય સરકાર દ્વારા નવી કાર (Car) ખરીદવાનો ઓર્ડર આપી દેવાયો છે. કારણ કે પહેલાની સરકારના મંત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કારના કિલોમીટર પૂરા થઈ ગયા હોવાનું મનાય છે.
નવા નીમાયેલા મંત્રીઓએ પોતાને મળેલી જુની કાર પરત કરી દીધી છે. જેના પગલે હવે રાજ્ય સરકારને સાત જેટલા મંત્રીઓ માટે નવી કાર ખરીદવી પડશે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાત જેટલા મંત્રીઓને નવી ઈનોવા કાર ખરીદીને આપવામાં આવશે. અગાઉની રૂપાણી સરકારમાં કેટલાંક મંત્રીઓની કારના કિલોમીટર પર પૂર્ણ થઈ ગયા છે. જેના પગલે હવે નવા નીમાયેલા મંત્રીઓએ આ કાર ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

Most Popular

To Top