ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ ત્રણ જગ્યાએ એક જ પ્રકારના ધાતુના ગોળા (Metal Ball) પડવાની ઘટના બની હતી. ત્યાર બાદ લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. તેમજ એવી અટકળો ચાલી રહી હતી કે આ ગોળાઓનું કનેકશન એલિયન્સ (Aliens) સાથે છે. પરંતુ લોકો એ જાણવા પણ ઉત્સુક છે કે ખરેખર આ ગોળાઓ શું છે? તે સાથે આ તમામ ગોળાઓનું રહસ્ય હવે ઊંડુ બનતું જાય છે.
આ હતી સમગ્ર ઘટના
ગુજરાતના ત્રણ ગામોમાં ધાતુના ગોળા પડવાની ઘટના બની હતી. સૌ પ્રથમ ગુજરાતના આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં 12 મેના રોજ અંતરિક્ષમાંથી રહસ્યમય ધાતુના ગોળા પડ્યાની ઘટના સામે આવી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આ ગોળા સેટેલાઇટના ટુકડાઓ છે. ગુજરાતના ખેડા જિલ્લાના ભૂમેલ ગામમાં વધુ એક રહસ્યમ્ય ગોળો પડ્યો હોવાની ઘટના બની હતી. છે. ત્યાર બાદ ગોળાને લઇને સ્થાનિકોમાં કૂતુહલ સર્જાયું હતું. લોકોએ લોકો આ ઘટનાને અને ગોળાને એલિયનના પર્દાથ સાથે સરખાવી હતી. છેલ્લે વડોદરાના પોઇચા મમાં અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની હતી. અલગ-અલગ જગ્યાએથી મળી આવતા તમામ ગોળાઓને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા.
આ ગોળા ચીની લોન્ચ વ્હીકલનો કાટમાળ છે: નિષ્ણાંતોનો દાવો
આ ગોળાઓ અંગે હાલ એક નવો ખુલાસો થયો છે. જેમાં હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે ટ્વીટ કર્યું કે ધાતુના ગોળા ચીનના ઓર્બિટલ લોન્ચ વ્હીકલ ચાંગ ઝેંગ 3b સીરીયલ Y86 નો પુનઃપ્રવેશ કાટમાળ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે સમસ્યા એ છે કે આ વ્હીકલની ભ્રમણકક્ષા વાતાવરણીય ખેંચાણને કારણે ઝડપથી બદલાઈ રહી હતી. રસ્તામાં રોકેટની સ્થિતિ અનિશ્ચિત રહે છે, અને જો તે પાંચ મિનિટ મોડું થયું હોત, તો પૃથ્વી 5 મિનિટ માટે ભ્રમણકક્ષામાં નીચે આવી ગઈ હોત, તે મુજબ બદલાય છે.
ચીની લોન્ચ વ્હીકલ ચાંગ ઝેંગ 3B સીરીયલ Y86 શું છે?
તે ચીનનું એક ભ્રમણકક્ષાનું પ્રક્ષેપણ વાહન છે, જે ભારતના GSLV અથવા PSLV જેવું જ છે. ચાંગ ઝેંગ 3B, તેને સામાન્ય રીતે CZ3B તરીકે ઓળખવામાં આવે છે. ‘લોંગ માર્ચ’ રોકેટ ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંચાલિત કેરિયર રોકેટનો એક ભાગ છે, જે ઉપગ્રહો અથવા પેલોડનું વહન કરે છે.
તમામ ગોળાઓને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવ્યા
આણંદ જિલ્લાના એસપીએ કહ્યું હતુ કે હાલમાં એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે જેનો ઉપયોગ ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં અવકાશમાં ઉપગ્રહની ગતિ જાળવી રાખવા માટે થાય છે. ખેડામાં થયેલી ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને તપાસ સોંપી હતી. તેમજ પીઆરએલ અને ઈસરો જેવી એજન્સીઓ પાસેથી પણ ઈનપુટ માંગવામાં આવી રહી હતી.
એ જ રીતે ગયા મહિનાની રાત્રિ દરમિયાન, ગુજરાતમાં આકાશમાં એક તેજસ્વી આકાશી ગોળા જેવી વસ્તુ જોવા મળી હતી. આગના ગોળા જેવી દેખાતી આ વસ્તુ ખૂબ જ તેજ ગતિએ પૃથ્વી તરફ આવતી જોવા મળી હતી.જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે પણ એવી શક્યતાઓ હતી કે તે કોઇ ચીની રોકેટનો ભંગાર હોઈ શકે છે.