Gujarat

નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂક પત્રો અર્પણ કરતાં દાદા

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિમણૂક પત્રો અર્પણ થયા હતાં. પટેલે કહ્યું હતું કે, રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં શ્રમયોગીઓ માટે ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદીની ગો-ગ્રીન યોજનાના પણ લોન્ચ કરી હતી.

પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે. યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તુલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે.

મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોંચિંગ કરતાં કહ્યું હતું કે, જ્યારે કલાયમેટ ચેન્જ વિષય વિશે લોકો ઓછું જાણતા હતા ત્યારે પીએમ મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.

આપણે પણ એ જ પગલે ચાલીને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા રૂ.૩૦ હજારની મર્યાદામાં સબસીડી ચૂકવવામાં આવશે. જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૩૦ હજારની મર્યાદામાં સબસીડી આપવાની જોગવાઈ ગો-ગ્રીન યોજનામાં કરવામાં આવી છે.

Most Popular

To Top