SURAT

પીપલોદ SNS સિનર્જીમાં સ્પાની આડમાં આ નામે ચાલી રહ્યું હતું કુટણખાનું, પોલીસે 7 મહિલાઓને મુક્ત કરાવી

સુરત: (Surat) ઉમરા પોલીસની હદમાં સ્પાની (Spa) આડમાં સૌથી વધારે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. પોલીસે (Police) હવે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસે પીપલોદ ખાતે આવેલી એસએનએસ સિનર્જીમાં રેડ પર્લ સ્પામાં ચાલતું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું હતું. સ્પામાંથી 7 મહિલાઓને મુક્ત કરી સ્પા સંચાલક અને બે ગ્રાહકોને પકડી તેમની પાસેથી 44,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • સ્પા સંચાલક સહિત બે ગ્રાહક મળી ત્રણની ધરપકડ, 7 મહિલાઓને મુક્ત કરાઈ
  • હાજર મહિલાઓ પૈકી થાઈલેન્ડ, નાગાલેન્ડ, મહારાષ્ટ્રના પુણે, સુરતના રાંદેર અને દાર્જીલીંગની હોવાનું જાણવા મળ્યું

પીપલોદ ખાતે આવેલા એસએનએસ સિનર્જીમાં મહેન્દ્રા શો રૂમના પહેલા માળે રેડ પર્લ નામે સ્પા ચાલે છે. પોલીસ કંટ્રોલ રૂમમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે સ્થળ પર રેડ કરી હતી. સ્પામાં રેડ કરીને જોતા કુલ 7 કેબીન બનાવેલી હતી. પહેલી કેબિનમાં 7 મહિલાઓ મળી આવી હતી. પોલીસને સ્પામાં પ્રમોદકુમાર ચૌથી યાદવ (ઉ.વ.29, રહે. કૈલાશ નગર, પાંડેસરા) મળી આવ્યો હતો. સ્પા તે પોતે ચલાવતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. સ્પામાં હાજર અન્ય બે જણાનું નામ પુછતા સંજય બાબુભાઈ બગડીયા (ઉ.વ.29, રહે.હરીદર્શનનો ખાડો સીંગણપોર, કતારગામ) તથા સાગર કિશોરભાઈ સીહોરા (ઉ.વ.29, રહે.નંદનવન સોસાયટી, કોઝવે ચાર રસ્તા) હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં કાઉન્ટરના ડ્રોઅરમાંથી 7720 રૂપિયા મળી આવ્યા હતા. બંને જણાને પોલીસે પુછતા તેઓ ગ્રાહક તરીકે આવ્યા હોવાનું જણાવ્યું હતું. સ્પા સંચાલક પ્રમોદ ગ્રાહકો પાસેથી 2000 રૂપિયા લેતો હતો. અને મહિલાઓને 1000 રૂપિયા આપતો અને બાકી પોતે કમિશન લેતો હતો. પોલીસે પકડેલી તમામ મહિલાઓને મુક્ત કરી હતી. જ્યારે સ્પા સંચાલક અને બંને ગ્રાહકોની ધરપકડ કરી હતી. પોલીસે રોકડ, મોબાઈલ ફોન મળી કુલ 44,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઉમરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પ્રમોદ ગ્રાહકો પાસેથી 1000 કમિશન મેળવતો હતો
પોલીસને સ્પામાં બે ગ્રાહકો તથા સાત મહિલાઓને પકડી હતી. હાજર મહિલાઓ પૈકી થાઈલેન્ડ, નાગાલેન્ડ, મહારાષ્ટ્રના પુણે, સુરતના રાંદેર અને દાર્જીલીંગની હોવાનું જાણવા મળ્યું હતું. સ્પા સંચાલક પ્રમોદ ગ્રાહકો પાસેથી 2000 રૂપિયા મેળવીને મહિલાને 1000 આપતો અને પોતે 1000 કમિશન લેતો હતો.

Most Popular

To Top