ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોડના દર્દીઓના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ટાઈફોડના કેસોમાં સરકારી આંકડાઓ અને લોકો પાસેથી મળતા આંકડાઓમાં મોટું અંતર જોવા મળ્યું છે. તેવું પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોડના દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે. સરકારી આંકડા અને જુદા જુદા માધ્યમોથી બહાર આવતા આંકડાઓમાં મોટી વિસંગતતા જોવા મળે છે. આ વિસંગતતા દૂર કરી સાચા આંકડા મળે તે માટે સરકાર દ્વારા એક પોર્ટલ ઊભું કરવામાં આવે, જેમાં દરરોજ લેબોરેટરી તેમજ ખાનગી ડોક્ટર્સના ત્યાં આવતા ટાઈફોડના દર્દીઓના કિસની સંખ્યા અપલોડ કરવામાં આવે. જેથી સાચા આંકડાઓની વિગતો જાણી શકાય.
ટાઈફોડના વધતા જતા દર્દીઓના કેસની સંખ્યા એ ખૂબ જ ચિંતાજનક છે. જો સાચા આંકડા બહાર આવશે તો આગોતરું આયોજન કેવી રીતે કરી શકાય તે નક્કી કરી શકાય.