કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી – ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરારિબાપુની રામકથાનું આયોજન નવસારીમાં થયું. તેમણે અને તેમનાં પરિવારજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી તેના પરિણામે તા. 22 માર્ચથી 29 માર્ચ (રામ નવમી) સુધી નવસારી નગરીના લુન્સીકુઈ મેદાનમાં ‘‘ભાગીરથી ગંગા’’નું અવતરણ રામકથા સ્વરૂપે કર્યું. સુંદર મજાની વ્યાસપીઠ એ.સી. તંબુ એક એલસીડી ટી.વી. પર કથાનું પ્રસારણ કર્યું. અસંખ્ય લાઈટ-પંખા, પાણીની તરસ મીટાવવા પાણીની બોટલ અને એસી ડોમની પણ વ્યવસ્થા કરી. જ્યારે પાકિસ્તાનમાં ખાવાનો આટો મેળવવા થયેલી ધમાચકડીમાં 11 માણસોનાં મૃત્યુ થવાના સમાચાર છે.
ત્યારે અહીં ભક્તોની ક્ષુધા ઠારવા માટે કથા વિરામ બાદ બપોર-સાંજ જમવાની સુંદર વ્યવસ્થા જમવા જવા – આવવા સીટી બસની વ્યવસ્થા, સવારે વિનામૂલ્યે ચા-નાસ્તો આપીને ખરેખર શ્રી પ્રેમચંદ લાલવાણી પરિવારનો આદર કરીએ તેટલો ઓછો છે. પૂ.શ્રી. મોરારીબાપુએ કથામાં જિંદગીનાં તમામ પાસાં વિશે ખૂબજ ઝીણવટથી સમજ આપી. મોરારિ બાપુ ન થાક્યા, ન તો શ્રવણ કરતા શ્રોતાઓ થાક્યા. રામાયણની ચોપાઈ અને સંગીતના તાલે પૂ.બાપુ સાથે ભક્તો મસ્તક હલાવી ઝૂમ્યા. કહેવાય છે ‘‘જીન્હી કર્ણ કથા સુની નહિં કાના, વહ કર્ણ સર્પ બિલ સમાના. અરે ! પૂ.બાપુએ તો ગણિકાઓને સ્ટેજ પર બોલાવી ગરબા ગવડાવી, ગણિકાઓને નવસારીની પ્રજાને આશીર્વાદ આપવા કહ્યું. આ છે સંતની મહાનતા. સાથે જ ટ્રાફિક નિયમન કરતાં પોલીસ તંત્ર અને અન્ય તંત્ર મારફતે કરવામાં આવેલી સગવડ કાબિલે મિસાદ હતા.
નવસારી – એન. ગરાસીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.