Gujarat

ગોવામાં યોજાનાર 52માં ફિલ્મ ફેસ્ટિવલમાં “નિવાસ” ફિલ્મને ગોલ્ડન પીકોક એવોર્ડ એનાયત કરાશે

ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 દરમ્યાન કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકસ્ટિંગ મંત્રાલય અને ગોવા રાજ્ય સરકાર દ્વારા યોજાનાર 52મા ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ “નિવાસ”ને ગોલ્ડન પીકોક (Golden Peacock) એવોર્ડથી નવાજવામાં આવશે. આ વખતે ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 સુધી યોજાનાર 52મા ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ભાષાઓની શ્રેણીમાં અસંખ્ય ફિલ્મોમાંથી કુલ 25 ફિલ્મોને સ્ક્રીનીંગ માટે પસંદ કરવામાં આવેલી છે.

જેમાં મરાઠી ભાષાની નિવાસ ફિલ્મ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્દેશક અને લેખક અમદાવાદના મેહુલ આગજાની “નિવાસ” ફિલ્મની પણ પસંદગી થઈ છે. આ ફિલ્મમાં ખ્યાતનામ કલાકાર સયાજી શિંદે કે જેઓ એ હિન્દી, મરાઠી અને અન્ય ઘણી બધી ભારતીય ભાષાઓમાં લગભગ 500 જેટલી ફિલ્મોમાં કાર્ય કરેલું છે, એમણે લીડ રોલ અદા કરેલી છે.

ફિલ્મ રાઇટર- ડાયરેક્ટર મેહુલ આગજા છેલ્લા 18 વર્ષથી મુંબઈ સ્થાયી થયેલા છે. તેઓએ આ અગાઉ મરાઠીમાં તેમની લિખિત ફિલ્મ Yuntum મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના મેળવી હતી. આ એવોર્ડ કાર્યક્રમમાં દર વર્ષે વિશ્વભરમાંથી જુદી જુદી શ્રેણીની ફીચર ફિલ્મ, નોન ફીચર ફિલ્મ, શોર્ટ ફિલ્મ વગેરે વગેરે માટે સંખ્યાબંધ ફિલ્મોમાંથી જૂજ ફિલ્મોને પસંદ કરવામાં આવે છે

Most Popular

To Top