ગોધરા પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને દરૂણિયાથી ઝડપ્યો – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

ગોધરા પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને દરૂણિયાથી ઝડપ્યો

ગોધરા: ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને બકરા-બકરી સહિત ગુનામા વપરાયેલી કાર સાથે દરૂણિયા ખાતેથી ઝડપી પાડીને ૧,૩૫,૦૦૦ રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જીલ્લાની ગોધરા બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનાનો આઆરોપી અનસ ઉર્ફ કાલીયાએ  ગોધરા પાસે આવેલા દરૂણિયા ખાતે તબેલામાં ચોરી કરેલા બકરા બકરીઓ બાંધી રાખ્યા છે.

જેની બાતમીના આધારે પીએસઆઇ એન.આર.રાઠોડ ર તેમજ ડી સ્ટાફાાદ્વારા  તબેલા વાળી જગ્યાએ જઈને તપાસ કરતા બકરા-બકરીઓ મળી આવ્યા હતા. તેમજ ગુનામાં વપરાયેલા જેન ગાડી પણ મળી આવેલ હતી.આ બાબતે પૂછતાં તેને ગોધરા દેવ તલાવડી મંદિર પાછળ એક મકાનમાંથી ચોરી કરેલ હોવાનું જણાવ્યુ હતૂ.પોલીસે કુલ ૧,૩૫,૦૦૦નો  મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top