SURAT

ગો એર દ્વારા સુરતમાં વિમાની સેવા શરૂ કરાઈ: દિલ્હી, કલકત્તા સહિત આ મોટા શહેરોની સીધી ફ્લાઈટ મળશે, શિડ્યુલ જોઈ લો..

સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ (Go First- Go Air)આજથી સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી (Delhi), કોલકાતા (Calcutta) અને બેંગ્લોરની (Bangalore ) ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ગો ફર્સ્ટ એરલાઈન્સને સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા માટે એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ મંજૂરી આપી હતી. આજે સવારે સુરત એરપોર્ટના અધિકારીઓ, ચેમ્બરના પદાધિકારીઓ અને ગો એર કંપનીના અધિકારીઓ દ્વારા ફ્લાઈટને ફ્લેગ ઓફ આપી સેવા શરૂ કરવામાં આવી હતી.

હાલમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરઈન્ડિયા, ઈન્ડીગો, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ડોમેસ્ટીક-ઈન્ટરનેશનલ કનેક્ટિવીટી આપી રહી છે. ગો ફર્સ્ટના સૂત્રો અનુસાર આજે સવારે G8 2202 ફ્લાઈટ સવારે 10 વાગ્યે ટેકઓફ થઈ હતી, જે 11.45 કલાકે દિલ્હી પહોંચી છે. સુરતમાં વિમાની સેવા શરૂ કરવા સાથે જ ગો ફર્સ્ટ તેની ડોમેસ્ટીક કનેક્ટિવીટીને મજબૂતી આપી રહી છે. સુરત-બેંગ્લોર વચ્ચે ડેઈલી ડાયરેક્ટ ફ્લાઈટ તે ઉપરાંત દિલ્હીની બે અને 1 કલકત્તાની ફ્લાઈટ ગો એર ચલાવશે.

કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર વિના એરલાઈન્સને 32 ટકા બુકિંગ મળ્યું

એરલાઈન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી-સુરતની મોર્નિંગ ફ્લાઇટને 35%, સુરત-દિલ્હી મોર્નિંગને 30%, દિલ્હી-સુરત ઇવનિંગને 40%, સુરત-દિલ્હી ઇવનિંગને 20%, બેંગ્લોર-સુરતને 25%, સુરત-બેંગ્લોરને 30%, કોલકાતા-સુરતને 45 % અને સુરત-કોલકાતા 27% આસપાસ બુકિંગ મળ્યું છે. ગો ફર્સ્ટ દિલ્હી, કોલકાતા અને બેંગ્લોર રૂટ પર 186 સીટનું એરક્રાફ્ટ ઉપયોગમાં લઈ રહ્યું છે. દિલ્હીની મોર્નિંગની ફ્લાઇટ 8ઃ20 કલાકે આવશે અને 8ઃ50 કલાકે ટેકઓફ થશે. તે પછી કોલકાતાની ફ્લાઇટ 13ઃ30 કલાકે આવશે અને 14ઃ05 કલાકે જશે. જે પછી બેંગ્લોરની ફ્લાઇટ 17ઃ30 કલાકે આવીને 18ઃ00 કલાકે જશે. તે બાદ દિલ્હીની ઇવનિંગ ફ્લાઇટ 20ઃ10 કલાકે આવીને 20ઃ40 કલાકે જશે. કોલકાતાની ફ્લાઇટ 13ઃ30 કલાકે આવશે અને 14ઃ05 કલાકે જશે, બેંગ્લોરની ફ્લાઇટ 17ઃ30 કલાકે આવી 18ઃ00 કલાકે જશે. દિલ્હીની ઇવનિંગ ફ્લાઇટ 20ઃ10 કલાકે આવીને 20ઃ40 કલાકે જશે. કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર વિના એરલાઈન્સને 32% બુકિંગ મળ્યું છે. કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર વિના એરલાઇન્સને આ પેસેનજર લોડ મળ્યો છે.

ગો એરની સુરતની ફ્લાઈટ્સનું શિડ્યુલ આ મુજબ છે

Most Popular

To Top