દાહોદ: દાહોદમાં હિંચકારી ઘટના બની છે. અહીં એક 19 વર્ષીય યુવતીને તેના જ પ્રેમીએ છરી મારી ગળું દબાવી મારી નાંખ્યા બાદ તેની ઓળખ છૂપાવવા માટે પેટ્રોલ છાંટી સળગાવી દઈ જંગલમાં ફેંકી દીધી હતી. યુવતીની લાશ એટલી હદે વિકૃત થઈ ગઈ હતી જે જોઈ લોકોના મન દ્રવી ઉઠ્યા હતા. આ અરેરાટીપૂર્ણ ઘટનામાં પોલીસે 3ની અટકાયત કરી છે.
દાહોદ (Dahod) જિલ્લાના સંજેલી (Sanjeli) તાલુકાના ભાણપુરા (Bhanpura) ગામે આવેલ જંગલ (Forest) વિસ્તારમાંથી એક ૧૯ વર્ષીય યુવતીનો (Girl) ચહેરો બળી ગયેલી હાલતમાં લાશ (Dead body) મળી આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે મૃતક યુવતીના પિતા દ્વારા દાહોદના વાંદરીયા (Vandariya) ગામે રહેતાં એક યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે યુવકના ધરપકડના (Arrest) ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી. પોલીસે (LCB Police) તપાસનો ધમધમાટ આરંભ કરી આ ગુન્હામાં એક યુવક સહિત બે બાળ કિશોર મળી ત્રણની અટકાયત કરી યુવકની સઘન પુછપરછ (Interrogation) કરતાં યુવતી સાથે પ્રેમસંબંધ (Love) હોય અને આખરે યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં યુવકે તેના બે બાળ કિશોર મિત્રો (Freinds ) સાથે મળી યુવતીનું ગળુ દબાવી મોતને (Murder) ઘાટ ઉતાર્યાં બાદ પુરાવાઓના નાશ કરવા માટે યુવતીના મોંઢા ઉપર પેટ્રોલ (Petrol) છાંટી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દઈ ફરાર થઈ ગયાં હતાંની પોલીસ સમક્ષ કબુલાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
- પ્રેમી મેહુલે યુવતીને બોલાવી પાછળથી છરી મારી દીધી હતી અને બાદમાં ગળું દબાવી દઈ બે મિત્રોની મદદથી ચહેરો સળગાવી દીધો
- યુવતીની ઓળખ નહીં થાય અને પુરાવાનો નાશ થાય તે માટે ચહેરો સળગાવી દેવાયો પરંતુ હત્યારા પકડાઈ ગયા
ગતરોજ સંજેલી તાલુકાના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાંથી કૃતિકા નામક ૧૯ વર્ષીય યુવતીની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી. આ મામલે યુવતીના પિતા મહેશ પ્રતાપભાઈ બરંડા (રહે. ગવર્મેન્ટ કોલોની, જુની પ્રાંત ઓફિસ પાછળ, દાહોદ, મુળ રહેવાસી તા. ભીલોડા, જી. અરવલ્લી)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની ૧૯ વર્ષીય પુત્રી કૃતિકા દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો મેહુલ પરમાર નામક યુવકે અગમ્યકારણોસર કૃતિકાને હત્યા કરીને ઓળખ છુપાવવાના હેતુસર પુરાવાનો નાશ કરવા સારૂં કૃતિકાનો ચહેરો બાળી દઈ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાં લાશ ફેંકી ફરાર થઈ ગયો હતો. ફરિયાદને પગલે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુન્હાની ગંભીરતાને લઈ તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.
આ હત્યાને અંજામ આપનાર મેહુલ હિંમચંદ પરમારની પોલીસે અટકાયત કરી તેની સઘન પુછપરછ કરતાં મેહુલએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કૃતિકા અને તેની વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ છેલ્લા બે માસથી મેહુલ સાથે પ્રેમસંબંધ રાખવા કૃતિકાએ ના પાડતાં મેહુલે કૃતિકાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. મેહુલે તેના બે સગીર મિત્રોની મદદથી કૃતિકાને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં રચી કાઢ્યું હતું. ગતરોજ મેહુલ તથા તેના બે સગીર મિત્રો મોટરસાઈકલ લઈ વાંદરીયા ગામે આવ્યાં હતાં. વહેલી સવારના નવેક વાગ્યાના સમયે મેહુલે કૃતિકાને મળવા માટે ફોન કરી બોલાવી હતી. કૃતિકા પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે સાત બંગા નજીક આવ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલે કૃતિકાને પાછળની ભાગે છરી મારતાં કૃતિકા જમીન પર ઢળી પડ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલે કૃતિકાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. મેહુલે પોતાનું જેકેટ મૃતક કૃતિકાને પહેરાવી પોતાના બે સગીર મિત્રોની મદદથી મૃતક કૃતિકા એક્ટીવા પર બેસાડી સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર આવ્યાં હતાં. રસ્તામાં જેકોટ, સુથારવાસા નજીક જતાં રોડ ઉપરથી પેટ્રોલ ખરીદ્યું હતું.
કૃતિકાને મળવા મેહુલે સવારે ફોન કર્યો હતો
વહેલી સવારના નવેક વાગ્યાના સમયે મેહુલે કૃતિકાને મળવા માટે ફોન કરી બોલાવી હતી. કૃતિકા પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે સાત બંગા નજીક આવ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલે કૃતિકાને પાછળની ભાગે છરી મારતાં કૃતિકાબેન જમીન પર ઢળી પડ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલએ કૃતિકાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી.