પાદરા: પાદરાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે રવિવારે માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિદેશથી આવેલાભક્તો સહિત દાનવીર પરિવારના મુકેશભાઈ શ્રોફ તેમજ ધર્મ પત્ની પરેશા બેન ખાસ ઉપસ્થિત રહી પૂંજા વિધિ કરી હતી અને દર્શનનોલાભ લીધો હતો. પાદરા રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રિના રવિવાર નો અનેરો મહિમા જ હોય છે તેમજ ગત નવરાત્રીદરમિયાન કોરોના મહામારી ને લઈને દર્શનનો લ્હાવો માઈભક્તોને મળ્યો ન હતો ત્યારે આજે નવરાત્રી ને રવિવાર અને લલીતા પંચમી હોયવહેલી સવારથી માઇભકતો માતા સામે માતાજીના સાનિધ્યમાં દર્શનાર્થે ભક્તો ની લાંબી કતાર જોવા મળી હતી.
જ્યારે આજે લલિતાપાંચમી હોય મંદિરના પરિસરમાં ની પૂજનની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી રણુ તુળજા ભવાની મંદિર સંસ્થાના મહંત રવિન્દ્રગીરીદ્વારા મંદિર પરિસરમાં પણ કોરોના ની ગાઇડલાઇન નું પાલન કરવામાં આવે છે રવિવારે અને લલિત પંચમી અંતર્ગત માં ભક્તોએમાતાજીનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી પાદરાના અંબાજી મંદિર-લીલાગરી માતાજી – ગાયત્રી માતાજી- મહાકાળી માતાજી- ઉમિયા માતાજી- એકલ્સુરી માતાજી- પધરાઈ માતાજી- વેરાઈ માતાજી – સિકોતર માતાજી સહિત ના વિવિધ મંદિરોમાં પણ માઈ ભક્તોદર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.