ગુજરાતના ૧૦ લાખ એલપીજી ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ભાજપ સરકારે સબસીડી ગાયબ કરીને મોંઘવારીના દાવાનળમાં ધકેલી, મોંધવારીના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના ૧૦ લાખ રાંધણ ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની ગેસ સિલિન્ડર પરની સબસિડી ભાજપ સરકારે ગાયબ કરી દીધી છે. આ ઉપરાંત મોંઘવારી અને મંદીના ખપ્પરમાં હોમી દઈને સરકારે હાથ અધ્ધર કરી દીધા છે.
ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી? મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે