વડોદરા: વડોદરા મા PM આવાસ યોજનાના મકાનો પાલિકા અને વુડા દ્વારા બનાવવામાં આવ્યા છે. પરંતુ મકાનો આપી દીઘા બાદ પાણી, વીજળી, ડ્રેનેજ ની કેટલાય આવાસોમાં સમસ્યા ઉભી થઇ છે. જેમાં ડ્રેનેજ અને પાણીની સમસ્યા મુખ્ય માનવા આવે છે. સેવાસી ગામની પાછળ ના ભાગે ન્યૂ અલકાપુરી વિસ્તાર વિકાસ પામી રહીયો છે. વડોદરા સેવા સદને સેવાસી ભાયલી સહિત સાત ગામો ને પાલિકા મા ભેળીવી દેવાયા બાદ અહીંના રહીશો ગત વર્ષ થી વેરો ભરતા થયા છે. પરંતુ હજુ સુધી મૂળભૂત જરૂરિયાત થી આ વિસ્તાર ના નાગરિકો વંચિત છે.
આ વિસ્તાર મા પીએમ આવાસ યોજનાની અંદાજે 15 જેટલી સાઈડો ચાલે છે. અને કેટલીક સાઈડો તૈયાર છે. પણ મકાનો આપી દીધા બાદ સમસ્યા ની ફરિયાદ કરીએ તો વુડા લગભગ હાથ અધ્ધર કરી દેતી હોય છે. અને વુડા ના અધિકારી કહે છે કે હવે પાલિકા મા ફરિયાદ કરો પાલિકા કહે છે કે ગટર, પાણી સહિત નું મેન્ટેશન કાયદા પ્રમાણે અને ટેન્ડર ના શરતો ને આધીન કોન્ટ્રાકટરે કરવાનું હોય છે. પરંતુ એ પણ હાથ અધ્ધર કરી દેતા હોય છે આખરે રહીશો જાય તો જાય ક્યાં?
આવો જ બનાવ રાધેશ્યામ રેસીડેન્સી પાસે આવેલ બાજપાઈ નગર 1ખાતે બન્યો છે. મકાન સુપ્રત કરાયા ને અઢી વર્ષ થયા જેમાં આઈ ટાવર અને જે ટાવર વચ્ચે બેથી ત્રણ ડ્રેનેજ ની કુંડી ઓ છે જેમાં બે કુંડી ઓ બે વર્ષ થી ઉભરાય છે લગભગ 15 થી 20 વખત જેટિંગ મશીન થી સાફ કરવા મા આવી છે પણ ગટરના પાણી ઉભરાવાના ચાલુ છે. ફરિયાદ કરીએ તો વુડા ના માણસ આવે છે. અધિકારી આવે તો મોટી લોલી પૉપ આપી ને જતા રહે છે.
પરંતુ છેલ્લા બે વર્ષ થી ઉભરાતી ગટર ની સમસ્યા નું નિવારણ આવ્યું નથી ગટર ના ઉભરાતા ગંદા પાણી થી રોગચાળો પણ ફેલાય છે. કેટલાય લોકો આ ગંદકી ના કારણે બીમાર જોવા મળે છે. કટાળેલા લોકો હવે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ઈમેલ કરી ને ઉભરાતી ગટર નો લાઈવ વિડિઓ અને ફોટા ના પુરાવા મોકલી ને જાણ કરશે કે તમારા નામે બનાવેલ મકાનો ની હાલત કેવી છે. તેમજ આ ગટર નું નિરાકરણ નહીં આવે તો પાલિકા અને વુડા કચેરી ખાતે રહીશો આંદોલન અને હલ્લા બોલ કરવાનું આયોજન પણ ઘડી રહીયા છે.