SURAT

સુરતના આ રસ્તાઓ ગણેશ વિસર્જનના દિવસે બંધ રહેશે, પોલીસે રૂટ જાહેર કર્યા

સુરત: શુક્રવારે તા. 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની હોય સુરત શહેર પોલીસ દ્વારા કેટલાંગ માર્ગો બંધ કરાયા છે, તો કેટલાંક માર્ગોને વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન 9મી સપ્ટેમ્બરના સવારે 7થી કયા રસ્તા ખુલ્લા રહેશે અને બંધ તેના રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

આ રસ્તા બંધ રહેશે

  • દિલ્હીગેટ ચાર રસ્તાથી ચોકબજાર સુધીનો રાજમાર્ગ.
  • ચોકબજાર ચાર રસ્તાથી મક્કાઈપુલ સર્કલ સુધીનો માર્ગ.
  • ચોક ચાર રસ્તાથી હોપપુલ (નહેરૂબ્રિજ)થઈ શીતલ ચાર રસ્તા સુધીનો માર્ગ.
  • કાંસકીવાડ ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીનો રસ્તો.
  • ભાગળ ચાર રસ્તાથી નવસારી બજાર ચાર રસ્તા સુધીનો માર્ગ.
  • ઉધના દરવાજાધી નવસારી બજાર ચારરસ્તા.
  • મક્કાઈપુલથી નાનપુરા ચોકી થઈ અઠવાગેટ તરફ જતો રસ્તો.
  • મક્કાઈપુલથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રસ્તો.
  • અઠવાગેટ સર્કલથી બહુમાળી બિલ્ડિંગ થઈ નાવડી ઓવારા.
  • વેસુ ચાર રસ્તાથી વાય જંકશન.
  • અઠવાગેટ એસ.કે. નગર તરફ જતો ડાબી બાજુનો રોડ.
  • એસ.કે. નગરથી ડુમસનો રોડ.
  • હજીરા ઓએનજીસી સર્કલથી સચિનનો રોડ.
  • કુવાડા ત્રણ રસ્તાથી ડુમસ કાદી ફળિયા.
  • ડુમસ લંગરથી ડુમસ મોટી ફળીયું.
  • ડુમસ ઓવારા પર વિસર્જન બાદ ખાલીવાહનો કુવાડા ત્રણ રસ્તાથી પરત આવી શકશે નહીં.
  • સચીન સુડા સેક્ટર વિસ્તારમાં કૃત્રિમ ઓવારા પાસે ઓવારાને અડીને આવેલા સ્ટેટ હાઈવે રોડ ઓવારાથી બંને દિશામાં.
  • લટુરીયા ચોકથી સરથાણા જકાતનાકા.
  • કંથારીયા હનુમાન ચોકથી કોઝવે તરફ જતો રસ્તો.
  • ભરીમાતા મંદિરથી કોઝવે તરફ જતો રસ્તો.
  • જુનું ચંદન ગેસ ગોડાઉનથી કોઝવે તરફ જતો રસ્તો.
  • ગણેશ રત્નમાલા સર્કલથી લંકા વિજય ઓવારાનો રસ્તો.

આ માર્ગો ખુલ્લા રહેશે

  • દિલ્હીગેટ ચાર રસ્તાથી રિંગરોડ
  • સરદાર બ્રિજ, મક્કાઈપુલ તથા જીલાણી બ્રિજથી કતારગામ, રાંદેર, રિંગરોડ અવરજવર કરી શકાશે.
  • કાંસકીવાડની આંતરીક ગલીઓ.
  • નવસારી બજાર ચારરસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટીયા ચકલા, ચૌટાપુલથી નાણાવટ, મુગલીસરા.
  • મક્કાઈપુલથી રૂદરપુરા, કાદરશાની નાળ, કૈલાસનગર, વિજયવલ્લભ ચોક, મજુરાગેટ, રીંગરોડ.
  • અઠવાગેટ સર્કલથી રીંગરોડ.
  • વેસુથી વીઆઈપી રોડ આભવા તરફ.
  • એસ.કે. નગરથી અઠવાગેટ તરફનો જમણી બાજુનો રોડ.
  • એસ.કે. નગરથી ડુમસ રોડ પર માત્ર મગદલ્લાનો ટ્રકો જઈ શકશે.
  • હજીરા ઓએનજીસી સર્કલ તરફથી સચિન.
  • ડુમસ મોટી બજારથી લંગર થઈ ડુમસ રોડ.
  • તુલસી હોટલથી નવસારી સચિન.
  • લટુરીયા ચોકથી ભગવાનનગર સોસાયટી થઈ સીમાડા ચાર રસ્તા.
  • સિંગણપોર ચાર રસ્તાથી કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ.
  • પંડોળથી ફુલવાડી રોડ થઈ જિલાની બ્રિજ.
  • શારદા વિદ્યાલય તથા જૂના ચંદન ગેસ ગોડાઉન તરફ.

Most Popular

To Top