Gujarat

રાજકોટમાં ક્ષત્રાણીઓના ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ શરૂ, ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વિડીયો વાયરલ

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે. આજે રાજકોટના રામજી મંદિર ખાતે 100 થી વધુ ક્ષત્રિયાણીઓએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરતો જાય છે. રાજકોટના રામજી મંદિર ખાતે 100 થી વધુ ક્ષત્રિયાણીઓએ ત્રણ દિવસના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. આજે સવારથી જ રામજી મંદિર ખાતે 100 થી વધુ ક્ષત્રિયાણી મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કરી રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણીને ઉગ્ર બનાવી છે.

આ ઉપરાંત ક્ષત્રિયોના આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે તારીખ 24મી એપ્રિલથી રાજ્યભરમાં ધાર્મિક સ્થળોએથી ધર્મરથ કાઢવામાં આવશે. આ ધર્મરથ જુદા જુદા ગામોમાં ફરીને રૂપાલા વિરુદ્ધ તેમજ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી લોકોને ભાજપ વિરુદ્ધ મત આપવા સમજાવશે. લોકો વધુને વધુ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તે માટે ક્ષત્રિય સમાજ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. સાથે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યા હતા.

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા
ગાંધીનગર: પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બની ગયો છે. ક્ષત્રિય સમાજની પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી ભાજપ દ્વારા સ્વીકારવામાં આવી નથી જેને પગલે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે અને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સોશિયલ મીડિયામાં જોરશોર થી પ્રચાર શરૂ કર્યો છે.

ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધની સાથે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના સંખ્યાબંધ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને રૂપાલાના વિરોધની સાથે સાથે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી વીરભદ્રસિંહ જાડેજાનું પણ એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે પંજાને મત દેવાનો છે. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકો મતદાન કરે અને અન્ય સમાજના લોકો પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તેવી અપીલ કરતાં વિડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

Most Popular

To Top