ગાંધીનગર: (gandhinagar) છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત કોંગ્રેસમાં (Congress) નવી નિમણૂંકોના મુદ્દે ગુંચ પડી હતી. તે હવે લગભગ ઉકેલાઈ ગઇ છે. પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ (President) તરીકે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર તથા વિધાનસભામાં વિપક્ષના નવા નેતા (Opposition Leader) તરીકે પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની નિમણૂક વિપક્ષના નેતા તરીકે કરાઈ છે. આ નવી નિમણૂકોની જાહેરાત થઈ કરી નાંખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો તે વખતે જ ગુજરાત કોંગ્રોસના અધ્યક્ષ અમીત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતાં.
- ઠાકોર પાટણના પૂર્વ સાંસદ છે જ્યારે રાઠવા પાવી જેતપુરના ધારાસભ્ય છે
- કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રધુ શર્માએ પાર્ટીના ધારાસભ્યો તથા કાર્યકરો સાથેની બેઠકમાં જૂથવાદ છોડીને સંગઠનને મજબૂત કરવા કામે લાગી જવા આહ્વાન કર્યુ
જો કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી પદે રાજસ્થાનના કોંગ્રેસના સીનિયર નેતા ડૉ રઘુ શર્માની નિમણૂંક બાદ આ મામલો ત્વરીત હાઈકમાન્ડ સમક્ષ ચર્ચા પર આગળ વધ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના એક ડઝન જેટલા આગેવાનો સાથે બેઠક પણ કરી હતી. તે પછી જુદા જુદા નામો પર ચર્ચા થઇ હતી. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીનો મુદ્દો હાઈકમાન્ડને નડી રહ્યો હતો. જો કે હાઈકમાન્ડે હવે ગુજરાત કોંગ્રેસમા ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જગદીશ ઠાકોર આજે નવી દિલ્હી પહોંચી ગયા હતા એટલું જ નહીં પાર્ટીની સીનિયર નેતાગીરી સાથે બેઠકો પણ કરી હતી.
જુથવાદ છોડોને કામે લાગી જાવ : રઘુ શર્મા
ગાંધીનગર : પ્રદેશ પ્રમુખના પદ માટે ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી તથા સિદ્ધાર્થ પટેલ દ્વારા લોબિંગ કારયું હતું. જો કે જૂથવાદના કારણે છેલ્લે હાઈકમાન્ડે હવે ગુજરાત કોંગ્રેસમા ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે ટ્વિટ કરીને તેમાં લખ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને બદલી નાંખ્યા છે ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે એવી લડાયક નેતાગીરી ઊભી કરવાની જરૂરત છે. ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રધુ શર્માએ પાર્ટીના ધારાસભ્યો તથા કાર્યકરો સાથેની બેઠકમાં જૂથવાદ છોડીને સંગઠનને મજબૂત કરવા કામે લાગી જવા આહ્વાન કર્યુ હતું.