ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા ૧૭ જેટલા શિક્ષકો સામે રાજ્ય સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ૧૭ જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી, તેવા સંજોગોમાં આ તપાસ રાજ્યકક્ષાએથી થાય તે માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસ સીઆઇડી (CID) ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૧૭ જેટલા પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લા ફેરની માંગણી કરી છે, તેની પણ યોગ્ય તપાસ કરાશે. રાજ્યના ૮ જેટલા જિલ્લાઓના ૧૭ શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તેમની સામેની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવશે.
રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી. તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય કરાયો છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકોએ માંદગી અંગેના ખોટા તબીબી પ્રમાણપત્રો રજુ કરી અલગ જિલ્લામાં બદલીની માંગણી કરી છે. આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષા બાબતે અસમંજસ
રાજ્યમાં ધોરણ 12માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તમામની પરીક્ષા અંગે નિર્ણય લેવાયો નથી. સરકાર પરીક્ષા રદ કરવા કે માસ પ્રમોશન આપવાના મૂળમાં નથી. પરીક્ષા ફરજિયાત યોજાશે પરંતુ ક્યારે યોજાશે એ અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવા કોઈ વિચારણા નથી. ધોરણ 12માં પરીક્ષા અંગે પણ હજુ કોઈ નિર્ણય લઇ શકાયો નથી.