Gujarat

ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર અનવર બંદર અમદાવાદમાં પીરાણા નજીકથી ઝડપાયો

2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં નાસતા ફરતાં આરોપી-ડ્રગ્સ માફિયા અનવર બેગ ઉર્ફે અનવર બંદરને રાજ્યની એટીએસની ટીમ દ્વારા અમદાવાદમાં નારોલ પીરાણા નજીકથી એક કારમાંથી ઝડપી લીધો હતો.

એટીએસના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે 2004માં બાલાસિનોરમાંથી 40 કિલો ચરસ જપ્ત કરાયું હતું. આ કેસમાં અનવર બેગને ફાંસીની સજા થઈ હતી. તે પછી અપીલ દરમ્યાન તેની સજા ઘટીને 20 વર્ષની કેદ થઈ હતી. આ દરમ્યાન તે પેરોલ પર છૂટ્યો હતો એટલું જ નહીં તે પેરોલના સમય દરમ્યાન ભાગી છૂટ્યો હતો. ત્યાર બાદ વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદના વિસ્તારમાં બાળકી પર બળત્કારના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. તે પછી અનવર પબંદર કાશ્મીર નાસી છૂટયો હતો. કાશ્મીરથી તે અજમેર દરગાહ પાસે રહેવા આવ્યો હતો. અજમેરથી તે મહેસાણામાં ઉનાવા મીરા દાતાર દરગાહ પાસે રહેવા આવ્યો હતો. મહેસાણા ઉનાવાથી તે નારોલ પીરાણા રોડ પર પસાર થઈ રહ્યો હતો તે વખતે તેને એટીએસની ટીમ દ્વારા તેને ઝડપી લેવાયો હતો.

Most Popular

To Top