Gujarat

ગુજરાતની શાળાઓમાં હવે ચિત્ર દ્વારા ભૂલકાઓને ભણાવાશે અંગ્રેજી

ગાંધીનગર: આજના આધુનિક યુગમાં દરેક સ્થળોએ અંગ્રેજી(English) ભાષા(Language)નો ઉપયોગ વધી ગયો છે. જેના પગલે આજના બાળકોને અંગ્રેજી ભાષા લખતા બોલતા આવડવું પણ જરૂરી બની ગયું છે. જેથી હવે સરકારે આ બાબતે એક મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે હવે ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. આવનારા નવા સત્રથી જ આનો અમલ કરવામાં આવશે. પરંતુ અંગ્રેજી ભણાવવા માટે ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.

ધો.1 અને 2માં મૌખિક રીતે અંગ્રેજી ભણાવવામાં આવશે
બાળકોને નાની ઉંમરમાં જ ભણતરનો પાયો પાક્કો કરાવવો જોઈએ. જેથી અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર ધોરણ 1 થી 3માં અંગ્રેજી ભણાવશે. ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે, જેના કારણે સરકારનો નાની ઉંમરથી જ અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે.

હાલમાં પાચમાં ધોરણથી અંગ્રેજી ભણાવવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં તો રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે. જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકારે શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કર્યું છે. ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં અંગ્રેજી પુસ્તક મારફતે ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓને મૌખિક શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે. જેથી બાળકોનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય.

આજના વર્તમાન યુગમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ મહત્વનો બની ગયો છે. કોઈ પણ સ્થળે જઈએ ત્યાં અંગ્રેજી મહત્વનું બની ગયું છે. જેના પગલે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.જેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બને.

Most Popular

To Top