હાલોલ: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના આનંદપુરા ગામે વડોદરા હાઇવે રોડ પર આવેલ કાચના એક ભંગારના ગોડાઉનમાં છાપો મારી એક કન્ટેનરમાંથી કાચના ભંગરના ગોડાઉનમાં ખાલી થતો ૧૫ લાખ રૂપિયા ઉપરાંતનો ભારતીય બનાવતનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ અને કન્ટેનર મળી ૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ૨ આંતરરાજ્ય ખેપિયાઓ સહિત ૩ વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડયા હતા ગોવા ખાતેથી જથ્થો મંગાવનાર હાલોલ તાલુકાના કોટામૈડા ખાતે રહેતા પંથકના કુખ્યાત બુટલેગર મોહબતસિંહ ચૌહાણ અને ઘોઘંબાના દુધાપુરાના બુટલેગર અતુલભાઇ પરમાર સહિત કુલ ૭ આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના પી.એસ.આઈ આઈ. એ.સિસોદિયા અને એલસીબી પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે કાચના ભંગારના ગોડાઉનમાં છાપો મારી કન્ટેનરમાંથી ખાલી થતો વિદેશી દારૂનો જથ્થો રંગેહાથે ઝડપી પાડયો હતો જેમાં એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮૩૭ પેઢીઓ જેમાં ૩૦,૩૧૨ નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની અંદાજે કિંમત ૧૫,૦૮૫૨૦/- રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી સ્થળ પરથી કન્ટેનર સાથે ૨ આંતરરાજ્ય ખેપીયા ભગવાનદાસ શિશુપાલ ગડરિયા અને રાજ બહાદુર રાજવીરસિંહ ગડરિયા.બન્ને જગદીશકુમાર ઉર્ફે જગો કનકસિંહ ચૌહાણ વિદેશી દારુ અને ૧૦ લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ ૨૫,૦,૮૫૨૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતો.