ગાંધીનગર: આજ સોમવારથી સમગ્ર ગુજરાતમાં (Gujarat) ઓફલાઇન શિક્ષણની (Offline Education) શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Education Minsiter Jitu vaghani) પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ધોરણ 1 થી 5 ના બાળકો માટે પણ શાળાઓ ખોલવાની (School Re open) મંજૂરી આપી દીધી છે. જોકે વિદ્યાર્થીઓને (Students) શાળાએ મોકલવા કે નહીં તે અંગેનો નિર્ણય વાલીએ (Parents) પોતાને લેવાનો રહેશે. આથી શાળા બળજબરીપૂર્વક વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે શાળા પર બોલાવી શકશે નહીં.
ઓફલાઇન શિક્ષનની મંજૂરી આપ્યા બાદ આજે ફરીથી રાજ્ય સરકારે શિક્ષણ બાબતે એક અગત્યનો નિર્ણય લીધો છે. આજથી ધોરણ 10ના બોર્ડની (SSC Exam Form) પરિક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, આવતા વર્ષથી ધોરણ 10માં બેઝિક ગણિત વિષય રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહના બી-ગ્રુપમાં (બાયોલોજી, ફિઝીક્સ અને કેમિસ્ટ્રી) એડમિશન મળી શકશે. પરંતુ બેઝિક ગણિત વિષય રાખનારા વિદ્યાર્થીઓને એ-ગ્રુપ (મેથ્સ, ફિઝીક્સ અને કેમિસ્ટ્રી) માં એડમિશન માટે તેમને લાયક ગણવામાં નહીં આવે.
સરકારની આ જાહેરાત બાદ ધોરણ 10માં ગણિતના વિષય તરીકે બેઝિક ગણિત વિષયનું પેપર પસંદ કરનાર વિદ્યાર્થીઓ માટે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ફક્ત બાયોલોજી ગૃપ માટેના દરવાજા ખૂલ્યા છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થીએ ધોરણ 10માં બેઝિક ગણિત રાખ્યું હોય અને તે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એ-ગ્રુપ અથવા એબી-ગૃપમાં એડમિશન લેવા ઈચ્છતો હોય તો તેણે ધોરણ 10 ની સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા પાસ કરવી પડશે. સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા પાસ કર્યા બાદ જ વિધ્યાર્થી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના એ અથવા એબી ગ્રૂપમાં એડમિશન મેળવી શકશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા ઠરાવ અનુસાર, વર્ષ 2021-22માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝીક એમ બે ઓપ્શન્સ મળશે. જેમાંથી વિદ્યાર્થી પોતાની મરજીથી કોઈએક વિષય પસંદ કરી શકશે. જોકે, તેમાં ગણિતનું પુસ્તક તો એક જ રહેશે, પરંતુ સ્ટાન્ડર્ડ અને બેસિક પ્રશ્નપત્રની સ્ટાઈલ અલગ રહેશે અને સ્ટાન્ડર્ડ મેથ્સના પ્રમાણમાં બેઝિક મેથ્સ પ્રમાણમા સહેલું રહેશે.