Comments

મધ્યપ્રદેશમાં મફતની રેવડી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારેવારે રાજકીય પક્ષો અને એમાં ય ખાસ કરીને વિપક્ષની સરકાર જ્યાં છે ત્યાં ફ્રીબીસ [ મફતમાં રેવડી ] ની યોજના મુદે મોદી બહુ કટાક્ષ કરે છે. પહેલા એમના ટાર્ગેટ પર ‘આપ’નીન્સર્કાર હતી અને એ પછી કર્નાટકમાં ભાજપ હાર્યો અને ત્યાં કોંગ્રેસ દ્વારા પાંચ વચનો અપાયા હતા એ પુરા કરાયા અને એના કારણે રાજ્ય સરકાર પર આર્થિક બોજો આવ્યો એ મુદે હમણા જ મોદીએ ટીકા કરી હતી. એમનું કહેવું છે કે, આવી યોજના અર્થ્તાન્ત્ર્વ માટે ખતરનાક છે. પણ આ વાત એમની ભાજપની સરકાર સાંભળતી નથી. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની સરકાર છે અને વર્ષાન્તે ચૂંટણી થવાની છે , એની તૈયારી શરૂ થઇ ગઈ છે અને શિવરાજ સરકાર એક પછી એક લોકલુભાવન યોજનાઓ જાહેર કરી રહી છે. કઈ કઈ યોઈજ્ના જાહેર થઇ એની જાહેરાત મધ્યપ્રદેશનાં મીડિયામાં તો ઠીક પણ ગુજરાતનાં અખબારોમાં એની જાહેરાત આવી રહી છે.

મધ્યપ્રદેશની ગઈ ચૂંટણીમાં ભાજપ હાર્યો હતો પણ થોડા સ્સ્મ્ય બાદ કોંગ્રેસની સરકાર તોડી ત્યાં શિવરાજની સરકાર બની હતી. અને હવે ચૂંટણી નજીક છે ત્યાર મામા શિવરાજ એક પછી એક ખેરાત કરી રહ્યા છે. મધ્યપ્રદેશનું દેવું ૩.૫ લાખ કરોડનું છે અને માથાદીઠ દેવું રૂ. ૪૧,૦૦૦ છે અને એમાં નવો બોજો નવી યોજનાનાં કારણે આવ્યો છે. જો કે, મધ્યપ્રદેશનું દેવું ગુજરાત જેટલું જ છે. ગુજરાતમાં ૩.૪૦ લાખ કરોડનું છે . પણ વધતા દેવા મુદે ભાજપની સરકાર એમ જ કહ્યા કરે છે કે, આ તો વિકાસ માટે દેવું છે. ગુજરાતમાં માથાદીઠ દેવું ૪૮,૫૦૦ છે. એમપી કરતા વધુ.

પણ મોદી મફતની રેવડીની વાત કર્યા કરે છે એની અસર શિવરાજસિંહ પર જરા જેટલી નથી. તાજેતરમાં એમણે જે જાહેરાત કરી એની યાદી જોઈ જવા જેવી છે. એક તો એક વર્ષમાં દેવામાં ૧૨ ટકાનો વધારો થયો છે. આ સરકારની સૌથી લોકપ્રિય યોજના છે લાડલી બહેન યોજના. જેના અતર્ગત મહીને રૂ. ૧૦૦૦ બહેનોને અપાય છે. ૧.૨૫ કરોડ મહિલાને આ લાભ મળે છે. એટલે કે એનોપ બોજો રૂ.૧૨,૫૦૦ કરોડ છે. અને શિવરાજ તો બજેટમાં નાણાંની વ્યુવ્સ્થા થશે એમ આ ર્કમાં વધારી રૂ. ૩૦૦૦ કરવાની વાત કરે છે. આંગણવાડી વર્કરના પગારમાં રૂ. ૩૦૦૦નો વધારો કરાયો છે. ટીમરુનાં પાન તોડતા પરિવારને જે સહાય અપાઈ છે એ તો હાસ્યાસ્પદ છે. આવા પરિવારને સાદી , શૂઝ , ચપલ , છત્રી , પાણીની બોટલ અપાય છે અને એનો બોજ છે રૂ. ૨૬૦ કરોડ.

સ્કૂલનાં વિદ્યાર્થીમાં જે વિદ્યાર્થીની ૭૫ ટકા માર્ક લાવે એને રૂ. ૨૫,૦૦૦ અપાય છે એનો બોજ રૂ.૧૩૫ કરોડ છે. અને અને વિદ્યાર્થીઓને લેપટોપ પણ અપાય છે એ માટે રૂ. ૨૫,૦૦૦ અપાય છે. આ ઉપરાંત ગુજરાતની જેમ વિદ્યા સહાયક અને અન્ય સહાયકની ભરતી એમપીમાં પણ થાય છે એમના વેતનમાં બમણો વધારો કરાયો છે. રૂ. ૯૦૦૦થી વધારી એ ૧૮,૦૦૦ કરાયું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસના યોજનાની જેમ જ એમપીમાં સીએમ કિસના યોજના છે અને એ તળે રૂ. ૨૦૦૦ અપાય છે. અને ૮૦ લાખ કિસાનો છે , એ કારણે બહુ મોટો આર્થિક બોજ આવે છે.

વડાપ્રધાન મોદી જે મફતની રેવડીની વાત કરે છે એ સવા સાચી છે. પણ હવે ભાજપના રાજ્યો પણ આવી યોજના જાહેર કરે છે. વિપક્ષી રાજ્યોને માત્ર દોષ દેવાનો કોઈ મતલબ નથી. અરે ! કોવિડમાં ગરીબોને અનાજ આપવાની યોજના હજુ ય ચાલે છે આ વર્ષના અંત સુધી એ ચાલશે. ૮૦ કરોડને આ અનાજ અપાય છે અને એની પાછળ કેન્દ્ર સરકાર પર બે લાખ કરોડનો બોજ પડે છે. એ રેવડી નથી તો શું? પણ આ મુદે કોઈના વખાણ કરવા જેવા નથી. અર્થતંત્રને શું અસર થાય છે એની કોઈને પડી નથી. મોટાભાગના રાજ્યોની આ સ્થિતિ છે.

ઉત્તરાખંડમાં બુલડોઝર નહિ ચાલે
ઉત્તરાખંડમાં હવે બુલડોઝર નહિ ચાલે. બુલડોઝર સંસ્કૃતિ યુપીથી વેગવંતી બની છે. યોગી આદિત્યનાથ દ્વારા અનેક મુદે બુલડોઝર ચાલે છે. અને બીજા રાજ્યોમાં અને ખાસ કરીને ભાજપી રાજ્યોમાં બુલડોઝર બહુ ચાલે છે. ઉત્તરાખંડમાં પણ ગેરકાયદે બાંધકામો પર આવી કાર્યવાહી ગયા જુલાઈ માસથી ચાલે છે. રોડની બંને બાજુએ કોઈ દબાણ હોય તો એ હટાવાઈ રહ્યા છે પણ વેપારીઓ દ્વારા એનો આક્રો વિરોઢ થયો છે. કેટલાક ધાર્મિક સ્થળો પણ હટાવાયા છે અને એમાં એક ધર્મના મકાનો દૂર કરાયા છે એવા પગલા બીજા ધર્મનાં મકાનો સામે પગલાં લેવાયા નથી એવી ય ફરિયાદ છે. આખરે ધામી સરકારે આ કાર્યવાહી રોકી દેવા નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ધામીએ દરેક જીલ્લા ક્લેક્ત્રોને આદેશ આપ્યો છ કે હમણા કાર્યવાહી ના કરવી. અને સરકાર ભૂમિ અતિક્રમણ અંગે નવો કાયદો પણ લાવી રહી છે. ગેરકાયદે બાંધકામો સામે પગલા લેવાવા જ જોઈએ પણ સુકા ભેગુ લીલું ના બળે એ જોવું જરૂરી છે.

ગુજરાતમાં સીએમ ઓફિસમાં શું ચાલે છે?
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકાર છે અને મુખ્યમંત્રી બહુ સરળ ગણાય છે. હમણાં એમને તાબડતોડ વડાપ્રધાન મોદીએ દિલ્હી બોલાવ્યા . એનું કારણ કોઈને ખબર નથી. સ્વામીનારાયણ અને સનાતન વચ્ચે વિવાદથી માંડી જી ૨૦ મુદે બોલાવ્યા હોય એવી અટકળો થઇ. પણ સવાલ એ છે કે, સીએમ કાર્યાલયમાં શું ચાલે છે? સી આર પાટીલ સામે જે પત્રિકા યુદ્ધ થયું એનો મુસદો સીએમ કાર્યાલયમાં બનેલો એવી આશંકા પછી સીએમ કાર્યાલયનાં અધિકારી પરિમલ શાહને હટાવાયા છે. અગાઉ સીએમ કાર્યાલયના નામે છેતરપીંડી કરનારા કિરણ પટેલના કારનામાં બધા જાણે છે. એ સિવાયનાં કિસા પણ છે. ભુપેન્દ્ર પટેલનાં અંગત સહાયક દ્વારા પણ ગરબડો થયાના આક્ષેપ થયાના પગલે એની ય બદલી કરવામાં આવી હતી. સીએમ કાર્યાલયમાં આવું થાય એ સારી નિશાની નથી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top