Vadodara

એકાઉન્ટમાંથી 30 ટ્રાન્ઝેકશન કરી 4.27 લાખની છેતરપિંડી

વડોદરા :   અમદાવાદ શહેરના વેપારીનો ફોન ખોવાઈ જતા ભેજાબાજે ફોન કરી તે પોતે પોલીસ છે. તેવી ખોટી ઓળખ આપી વેપારીના ફોનની સહિત અન્ય વિગોતો લઈ લીધા બાદ એક બાદ એક કુલ 30 ટ્રાન્ઝેકશન કરી લઈ રૂ.4.27 લાખ યુપીઆઈ આઈડી દ્વારા ટ્રાન્સફર કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ મામલે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.   અમદાવાદ ખાતે રહેતા અને લોજિસ્ટિકનો વેપાર કરતા નિલેશભાઈ ભુપન્દ્રભાઈ વિઠલાણી(ઉ.વ.47) તેની ફરિયાદ વડોદરા સાયબર સેલમાં નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.21ના રોજ હુ મારા ઓફિસના કામે જબલપુર મારા બીઝનેસ પાર્ટનર યોગેન્દ્ર રાજ સાથે ગયો હતો.

ત્યારબાદ તા.24ની રોજ અમે અમદાવાદ માટે ટ્રેનમાં પરત કર્યા હતા. ત્યારે તા.25મીની વહેલી સવારમાં હું વોશરૂમમાંથી પરત આવ્યો ત્યારે મારો ફોન મળી ન આવતા મે મારા પાર્ટનરના ફોન પરથી મારા ફોન પર ફોન કર્યો હતો. પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો ઉપાડ્યો. ત્યારે થોડી વાર પછી મારા પાર્ટનગરના ફોન પર એક ફોન આવ્યો હતો અને તેને પોતે મેઘનગર પોલીસ સ્ટેશનથી સબ ઈન્સપેક્ટર મુકેશ શર્મા આરપીએફમાંથી વાત કરતો હોવાનું જણાવી કહ્યુ હતું કે, મેઘનગર પોલીસ રેલ્વે સ્ટેશનથી એક વ્યક્તિ ચાલુ ટ્રેનના ફર્સ્ટ ક્લાકમાંથી નીચે ઉતરતા તેની તપાસ કરતા તમારો ફોન મળ્યો છે.

ત્યારે તેને ફોન પરત મેળવવા મારૂ પુરૂ નામ, જન્મ તારીખ, ફોનનું સ્ક્રીન લોક વગેરે જેવી માહિતી લીધી હતી. દરમિયાન જણાવ્યુ હતું કે, મારી નાઈટ ડ્યુટી હોય છે એટલે તમે સાંજે ફોન લેવા આવજો. જેથી આ બાદ મે અમદવાદ જતો રહ્યો હતો. ત્યારબાદ મે સવારમાં મારો ફોન લેવા મેઘનગર પોલીસ સ્ટેશને જઈ મુકેશ શર્મા અંગે પુછપરછ કરતા આ નામનો કોઈ પણ વ્યક્તિ છે જ નહીં તેમ જાણવા મળ્યુ હતું. જોકે આ બાદ મે મારુ નવુ સીમ કાર્ડ લઈ અન્ય ફોનામાં નાખતા મને જાણ થઈ હતી કે, મારા બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ કુલ 30 ટ્રાન્સઝેકશન થઈ ગયા છે. અને કુલ રૂ.4.27 લાખ ટ્રાન્સફર થઈ ગયા છે. જેથી ભેજાબાજે મારી ડીટેલ જાણી મારી સાથે છેતરપીંડી કરી હતી. આ બનાવ વડોદરા રેલ્વે પોલીસની ઓફિસ પાસે બનતા વડોદરા સાયબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. સાયબર સેલે ફરિયાદ નોંધી છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.

પોલીસ કર્મી અંગે પુછપરછ કરી ચકાસવા જોઈએ
કોઈ વ્યક્તિ તમને પોલીસ તરીકે ઓળખ આપી ફોનના માધ્યમે તમારી માહિતી માંગે ત્યારે દરેક નાગરીકે જે તે પોલીસ કર્મીને ચકાસવા જોઈએ અથવા જે તે પોલીસ સ્ટેશનનો નંબર ઓનલાઈન મેળવી ત્યાં તે પોલીસ કર્મી અંગે પુછપરછ કરી ચકાસવા જોઈએ. તેમજ ફોનના માધ્યમે કોઈ પણ જરૂરી વિગતો આપવી જોઈએ નહીં.        એચ.એસ.માકડીયા,ACP- સાયબર ક્રાઈમ

9 ચોરાયેલા ફોન સહિત 13 એટીએમ કાર્ડ મળ્યા
છેતરપીંડીની ફરિયાદ સાયબર સેલમાં નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. તેવામાં આરોપી સુરત ખાતે હોવાનું જાણવા મળતા પોલીસ સ્થળ પર જઈ આયુષ અનીલ ડાગા(ઉ.વ.26)(રહે, સુરત)ને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસને તેની પાસેથી 9 ચોરાયેલા ફોન સહિત 13 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આયુષે ક્ટલાક લોકો સાથે છેતરપીંડી સહિત કેટલીક ચોરી કરી છે. તેની હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસે તેને ઝડપી પાડી કોરોના ટેસ્ટ વગેરેની કામગીરી હાથ ધરી છે.

Most Popular

To Top