ફ્રાન્સ: અમેરિકામાં (America) ઓમિક્રોનનું (Omicron) પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અમેરિકામાં કોરોનાના (corona) કેસમાં પણ ધારદાર ઉછાળો આવ્યો છે. અમેરિકાના નિષ્ણાંતોના મુજબ અગાઉની લહેર કરતા એક જ દિવસમાં કોરોનાના ત્રણ ગણા કેસ નોંધાયા છે. જે અમેરિકાની સરકાર માટે ચિંતાજનક વિષય છે. તેનાથી વધુ ચિંતાજનક સમાચાર ફ્રાન્સમાંથી આવ્યા છે. અહીં કોરોનાનો એક નવો વેરિયેન્ટ મળી આવ્યો છે. આ નવો વેરિયેન્ટ ઓમિક્રોનથી વધુ જોખમી હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના (Johns Hopkins University) આંકડા મુજબ છેલ્લા અઠવાડયે 100 ઓમિક્રોન પોઝિટિવ કેસમાંથી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. અમેરિકામાં સોમવારે 10.42 લાખ કેસ નોંધાયા હતા. આ પહેલાં અમેરિકામાં ગુરુવારે 5 લાખ 91 હજાર કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં 5.5 કરોડ કોરોનાના કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં 826,000થી વધુ લોકોનું મોત નિપજ્યું છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (Food and Drug Administration) સોમવારથી ફાઈઝર બાયોએનટેકની (Pfizer Bioentech) કોરોના બૂસ્ટર ડોઝ (Booster dose) 12થી 15 વર્ષનાં બાળકોને આપવાની જાહેરાત કરી છે. આ અંગે રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris) કોરોના વાઈરસ (corona virus) રિસ્પોન્સ ટીમ સાથે બેઠક કરશે અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.
ફ્રાન્સમાં નવો વેરિયન્ટ વધુ જોખમી
કોરોના અને ઓમિક્રોનના જોખમ વચ્ચે ફ્રન્સમાં વધુ એક વેરિયન્ટે એન્ટ્રી મારી છે. દક્ષિણ ફ્રાન્સમાં (South France) 12 લોકોને નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટની ઓળખ B.1.640.2 તરીકે કરી છે. આ નવા વેરિયન્ટના અત્યારસુધીમાં 46 મ્યૂટેશન (Mutations) જોવા મળ્યા છે. પરંતુ આ નવો વેરિયન્ટ કેટલો જોખમી છે અને તેના સંક્રમણનો દર શું છે તે જાણી શકાયું નથી. નિષ્ણાંતોના કહ્યા પ્રમાણે નવો વેરિયન્ટ બે સ્તર પર ખતરનાક બની શકે છે કાં તો એનો મૃત્યુ દર વધારે છે અથવા સંક્રમણનો દર. જોકે હવે ફ્રાન્સમાં મળી આવેલા નવા વેરિયન્ટ વિશે હજી સુધી આવી કોઈ માહિતી સામે આવી નથી.
ઈઝરાયેલમાં અઠવાડિયામાં 50 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા
ઈઝરાયેલમાં દર અઠવાડિયે 50 હજારથી વધુ કેસો નોંધાય રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે પણ કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઈઝરાયેલના આરોગ્યમંત્રી નિટજેન હોરોવિટ્ઝે કહ્યું કે આપણી જાણીએ છે કે વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પરંતુ આવી પરિસ્થિતિ ડરવાની જરૂર નથી. જો આપણે પહેલાંની જેમ કાળજી રાખીશું તો આ લહેરમાંથી પણ પસાર થઈ જશું. તેમણે ઈઝરાયેલની પ્રજાને હિંમત આપતા કહ્યું કે ઈઝરાયેલે હંમેશાં હિંમતથી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.