Vadodara

વડોદરા સેન્ટ્રલ જેલના વધુ 4 કેદીઓ જામીન પર છૂટી પલાયન

વડોદરા : વડોદરા મધ્યસ્થ જેલના જેલર બી આર પરમારે 4 કેદીઓ ફરાર થઈ ગયા  ગુનો નોંધાવ્યો હતો. કોરોના વાઇરસની બીમારીમાં ડોક્ટરની સારવાર અર્થે કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવનાર દીનેશ વિઠ્ઠલભાઈ મકવાણા (રહે: ખોડીયાર માતાજી ના મંદિર પાસે, શાંતિનગર,લુણાવાડા,જિલ્લો: મહીસાગર) પાકા કામના કેદી છે જેલમાં સજા કાપતા દિનેશને 60 દિવસના જામીન મંજૂર થતાં 31/3/22ના રોજ જેલમા હાજર થવા નુ હતું. પરંતુ સમયમર્યાદા અને એક માસ બાદ પણ ગુનેગાર હાજર થવાના બદલે નાસી છૂટયો હતો વધુ એક કેદી રમેશ ભીમજીભાઈ ભાભોરની (રહે: ધાવડિયા, તાલુકો: જાલોદ,જિલ્લો:દાહોદ) પુત્રીના લગ્ન માટે પાચ દિવસના જામીન અદાલત માંથી મેળવીને જેલ મા હાજર થવાનું હતું તેના બદલે બારોબાર પોબારા ભણી ગયો. કેદી રમેશ ખૂન ના ગુનામાં આજીવન કેદની સજા કાપતો હતો.

પત્નીને ભરણ પોષણના પચાસ હજાર રૂપિયા ચુકવવામાં અખાડા કરતા અજીમ ઇબ્રાહીમ મન્સૂરી (૨૬, પત્રકાર કોલોની, જે પી રોડ પોલિસ સ્ટેશન પાછળ,તાંદલજા) પાકા કામ ના કેદી નંબર ૮૬૬૪૦ છે. તારીખ 1/2/2022 થી 60 દિવસના જામીન મેળવ્યા હતા જેલ ના કાયદાનું ઉલ્લંઘન કરતો કેદી સમય મર્યાદામાં હાજર થવા ને બદલે ફરાર થઈ ગયો હતો. જેલના પાકા કામ ના કેદી નંબર ૮૬૬૧૯ થી ઓળખાતા મોહમ્મદ આરીફ ઈસ્માઈલ પઠાણે તેની પત્ની ને ભરણ પોષણના 1.65લાખ રૂપિયા ના ચૂકવતાં કોર્ટે લાલ આંખ કરી હતી અને આરોપી ને સજા ફટકારી હતી. તે કેદીએ ૧/૨/૨૨ થી ૨/૪/૨૨ ની 60 દીવસ ના વચગાળાના જામીન અદાલતમાંથી મેળવ્યા હતા. બીજી તારીખે જેલબંદી પૂર્વે હાજર થવામાં બદલે કાયદાનો ભંગ કરતો કેદી ભૂગર્ભ મા ઉતરી ગયો હતો. ઉકત ચારે ફરીયાદ આધારે પોલીસે ફરાર કેદીઓ વિરૃદ્ધ ગુના દાખલ કરીને શોધ ખોળ ના ચક્રો ગતિમાન કર્યાં હતા.

Most Popular

To Top