વોશિંગ્ટન: કોરોના(covide-19)નું સંક્રમણ(infection) ફરી ફેલાઈ રહ્યું છે. અમેરિકા(united stats of america)ના પૂર્વ રાષ્ટ્રપતિ(former president) બરાક ઓબામા (Barack Obama)કોરોના સંક્રમિત થતા છે. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. બરાક ઓબામાએ કહ્યું કે મારો કોવિડ ટેસ્ટ થયો છે. ડોકટરોના જણાવ્યા મુજબ હું કોરોના પોઝિટિવ છું. બરાક ઓબામાએ કહ્યું કે મને છેલ્લા કેટલાક દિવસોથી ગળામાં દુખાવો છે. પરંતુ આ ક્ષણે હું ખૂબ સારું અનુભવું છું.
- કોરોનાએ ફરી માથુ ઉચક્યું, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટીવ
- ચીનના વુહાનમાં રોગચાળા બાદ ફરી કોરોનાની કટોકટીનાં એંધાણ
- ચીનમાં રવિવારે કોરોનાના 2000થી વધારે નવા કેસો નોંધાયા
PM મોદીએ ટ્વિટ કરી સારા સ્વાસ્થ્યની કામના કરી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે મારી સાથે મિશેલનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ સદનસીબે તેને ચેપ લાગ્યો નથી. એ પણ કહ્યું કે રસીકરણની પ્રક્રિયા ઝડપથી થઈ તે બદલ અમે સરકારના આભારી છીએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)એ ટ્વિટ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું કે હું તમને અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.
ચીનમાં કોરોનાના કેસો વધતા ફરી લોકડાઉન
બીજિંગ: ચીનના હાઈ-ટેક શેનઝેન શહેરમાં કોવિડ-19 કેસોમાં વધારો થતાં તેને લોકડાઉન કરવામાં આવ્યું છે જ્યારે સરકાર છેલ્લા બે વર્ષોમાં વાયરસ કેસોના સૌથી ખરાબ વધારાને નિયંત્રીત કરવામાં સંઘર્ષ કરી રહી છે. 1.70 કરોડની વસ્તી ધરાવતા શેનઝેનમાં સમસ્ત રહેણાંક વિસ્તારોને, ગામોને લોકડાઉન કરવામાં આવશે અને સોમવારથી રવિવાર સુધી બસ અને મેટ્રો સેવાઓ રદ કરવામાં આવી છે.ફેબ્રુઆરીના અંતથી શેનઝેનમાં ઓમિક્રોનનો વધારો નોંધાઈ રહ્યો છે ત્યાં આવતા અઠવાડિયે કોવિડ-19ના 3 રાઉન્ડના ટેસ્ટ કરવામાં આવશે.
શહેરથી બહાર જતાં ન્યુક્લેઈક એસિડ ટેસ્ટનો રીપોર્ટ જમા કરાવવો પડશે
શહેરના વહીવટીતંત્રએ નિવાસીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની અને દૈનિક જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જ ઘરેથી બહાર નીકળવાની મંજૂરી આપવા કહ્યું હતું. સતત બે દિવસથી 1000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ચીનમાં સ્થાનિક સંક્રમણના કેસ વધીને 3100 કરતાં વધુ થયા છે, એમ રાષ્ટ્રીય આરોગ્ય પંચે કહ્યું હતું. શહેરથી બહાર જતાં મુસાફરોએ છેલ્લા 24 કલાકનો ન્યુક્લેઈક એસિડ ટેસ્ટનો રીપોર્ટ જમા કરાવવો પડશે. વુહાનમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી ખરાબ રોગચાળાના આરે ચીન ઊભું છે સ્થિતિ એવી છે. એ બાબત નોંધનીય છેકે જ્યારે વિશ્વમાં મોટાભાગના દેશો કેસોમાં ઘટાડાના પગલે તેઓ પ્રતિબંધો ઉઠાવી રહ્યા છે ત્યારે ચીનમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.
ભારતમાં 676 દિવસમાં કોરોનાના સૌથી ઓછા કેસ
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં નવા 3,116 કોરોનાવાયરસના ચેપના કેસ નોંધાયા છે. જે છેલ્લા 676 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 4,29,90,991 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસ ઘટીને 38,069 થયા છે. એમ રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ આંકડા જણાવે છે.
રીકવરી રેટ 98.71 ટકા પર પહોંચ્યો
રવિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય મંત્રાલયના અપડેટ કરેલા ડેટા મુજબ, દેશમાં કોરોના રોગના કારણે વધુ 47 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,15,850 પર પહોંચી ગયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.09 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ વધુ સુધરીને 98.71 થયો છે. તેમ જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 કેસ લોડમાં 2,490 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં દૈનિક પોઝિટિવિટી દર 0.41 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.50 ટકા નોંધાયો છે. જ્યારે આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,37,072 થઈ ગઈ છે. તેમ જ કેસમાં મૃત્યુદર 1.20 ટકા નોંધાયો છે.