National

પૂર્વ ભારતીય ક્રિકેટરના દીકરાએ લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું, આર્યનમાંથી બન્યો અનાયા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેના વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. આ વીડિયો તેની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્નીનો છે. વાસ્તવમાં વીડિયોમાં બાંગરના પુત્ર આર્યનનું છોકરામાંથી છોકરીમાં પરિવર્તન જોવા મળે છે.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનએ તાજેતરમાં જ તેનું લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું છે. આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે, જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું છે. હવે તેના વીડિયો અને તસવીરો જોઈને બધા તેના વિશે વાત કરી રહ્યા છે.

આર્યન (અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું કે ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. પરંતુ આ રમત ઉપરાંત મારી પોતાની શોધની સફર પણ છે. આ સફર મારા માટે આસાન ન હતી પરંતુ મારા માટે હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્વની છે.

આર્યન (અનાયા)એ આગળ લખ્યું HRT દરમિયાન તમે અનુભવો છો તે શારીરિક ફેરફારો તમારા માટે કઠોર વાસ્તવિકતા બની રહ્યા છે. આ અનુભવ માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મુશ્કેલ હોઈ શકે છે. કારણ કે તમે લાંબા સમયથી તમારી ઓળખ અને તમારા શરીર પર નજર ગુમાવી દીધી છે. હું મારા સ્નાયુઓ, શક્તિ, સ્નાયુઓની યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું જેના પર હું એક સમયે આધાર રાખતો હતો.

આયરન (અનાયા) તેના પિતાની જેમ ક્રિકેટર છે
આર્યન (અનયા) તેના પિતા સંજય બાંગરની જેમ ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે જે સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. આ સિવાય તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે ઘણા રન પણ બનાવ્યા છે.

હાલમાં અનાયા માન્ચેસ્ટરમાં રહે છે જ્યાં તે દેશના એક ક્લબ માટે ક્રિકેટ રમી રહી છે. જો કે, તે કઈ ક્લબ માટે રમે છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ હાલમાં જ વર્તમાન ઈન્સ્ટાગ્રામ રીલમાં જોવા મળ્યું હતું કે તેણે એક મેચમાં 145 રન બનાવ્યા હતા.

ક્રિકેટ છોડી દેવી પડશે
અનાયાએ આગળ લખ્યું મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે એ રમત છોડી દેવી પડશે, જે મારી પેશન અને મારો પ્રેમ છે. પરંતુ અહીં હું એક દર્દનાક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છું. હું હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચઆરટી)માંથી પસાર થઈને ટ્રાન્સ વુમન બની ત્યારથી મારું શરીર ઘણું બદલાઈ ગયું છે. હું સ્નાયુની શક્તિ, સ્નાયુની યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું, જેના પર હું એક સમયે આધાર રાખતો હતો. હું જે રમતને આટલા લાંબા સમયથી પ્રેમ કરતો હતો તે મારાથી સરકી રહી છે.

ક્રિકેટમાં ટ્રાન્સવુમન માટે કોઈ નિયમ નથી
અનાયાએ વધુમાં લખ્યું કે, દુઃખની વાત એ છે કે ક્રિકેટમાં ટ્રાન્સ વુમન માટે કોઈ યોગ્ય નિયમો નથી. એવું લાગે છે કે સિસ્ટમ મને રમતા અટકાવી રહી છે. સિસ્ટમ કહે છે કે મારે પુરુષ તરૂણવસ્થા પહેલાં મહિલા રમતગમતમાં ભાગ લેવો જોઈએ, પરંતુ વિરોધાભાસ એ છે કે સમાજ અને કાયદાકીય પ્રણાલી સગીર માટે લિંગ પરિવર્તનને ગેરકાયદે માને છે. મારે શું કરવું જોઈએ. એવા નિયમો છે જે મને ક્રિકેટ રમતા અટકાવે છે.

Most Popular

To Top