National

પૂર્વ ચીફ જસ્ટિસનો સનસનીખેજ ખુલાસો, રામ મંદિરનો નિર્ણય કોણ રોકી રહ્યું હતું?

દિલ્હી : અયોધ્યા (Ayodhaya) રામ મંદિર (Rammandir ) નિર્માણ પર વર્ષોથી વિવાદો ચાલ્યા આવે છે. સત્તામાં કેટલીક રાજકીય પાર્ટીઓ આવી ને ગઈ પરંતુ રામ મંદિર નિર્માણ પર નિર્ણય આવતાં પાંચ દાયકાથી વધુ સમય લાગી ગયો. પરંતુ વાત અહીં એવી છે કે પુરાવા હોવા છતાં પણ રામ મંદિર અને બાબરી મસ્જિદ (Babri Masjid ) નિર્માણ પર ફેંસલો આવવામાં આટલો સમય કેમ લાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે (supreme court)સુનાવણી શરૂ કરી હતી ત્યારે પ્રત્યક અને પ્રરોક્ષ રીતે આ વિવાદનો નિર્ણય સ્થિગિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે ત્યારે એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

9 નવેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી પછી અયોધ્યામાં મંદિર- બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આવ્યો હતો. આ ચુકાદો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને સુનાવણી પેનલના મુખ્ય સભ્યોએ આપ્યો હતો. હવે જ્યારે હિંદુઓના હિતમાં નિર્ણય આવ્યો છે ત્યારે રામ મંદિર નિર્માણની કામગીરીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. પણ રામ મંદિરના ચુકાદા પછી મોટો ખુલાસો સામે આવ્યો છે. અને આ ખુલાસો કરનાર વ્યક્તિ કોઈ બીજુ નથી પણ રામ મંદિર પેનલના મુખ્ય સભ્ય અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Chief justice ranjan gogoi) છે. હાલમાં જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા એક બુક પ્રસિદ્ધ કરવામાં આવી છે જેનું નામ ‘જસ્ટિસ ફોર જજ’ (Justice for judge) છે. 

રંજન ગોગોઈએ જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટ સોમવારથી શુક્રવાર દર અઠવાડિયે રામજન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી કરશે. આ નિર્ણયથી સ્પષ્ટ હતું કે સુપ્રીમ કોર્ટ નવેમ્બર 2019ના બીજા સપ્તાહ પહેલા આ સંવેદનશીલ મામલામાં પોતાનો ચુકાદો આપવા માંગે છે. મતલબ કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થાય તે પહેલા આ કેસમાં નિર્ણય દેશ સમક્ષ આવશે. ગોગોઈના નિર્ણયનો અર્થ એ પણ હતો કે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચ પાસે રોજેરોજ સુનાવણી હાથ ધરવા માટે 48 દિવસનો સમય હશે. આ સમય પણ પૂરતો હતો, કારણ કે; કારણ કે આ કેસમાં એક પક્ષે નિર્મોહી અખાડાએ પોતાની દલીલ પુરી કરી હતી.

BabariMasjid : જાણો, ૬ ડિસેમ્બરનો ઘટનાક્રમ, જ્યાં માત્ર ૫ કલાકમાં જ ધ્વસ્ત  કરાઈ હતી બાબરી ધ્વંસ

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષકારોની દલીલો પૂરી થયા બાદ તેમને જવાબ આપવાની વધુ એક તક મળશે. જો જોવામાં આવે તો, કેસના પક્ષકારો આ નિર્ણયથી ખુશ હોવા જોઈએ કે અમને પેન્ડિંગ કેસમાં નિર્ણય લેવા દો. પરંતુ તે બન્યું નહીં. રાજીવ ધવને પહેલેથી જ કહેવાનું શરૂ કર્યું હતું કે તે સતત પાંચ દિવસ સુધી ઊલટતપાસ કરી શકશે નહીં. તેમને વચ્ચે વિરામની જરૂર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે તે બુધવારે રજા લઈ શકે છે. પરંતુ તે દિવસે તેમની જગ્યાએ અન્ય કોઈ વકીલ આવીને દલીલ કરશે. કોઈપણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ નિર્ધારિત સમયમાં સુનાવણી પૂર્ણ કરવા માંગતી હતી. આ કારણે તેણે રોજિંદી કામકાજનો સમય સાંજે ચાર વાગ્યા સુધી અને પછી સાંજે પાંચ વાગ્યા સુધી લંબાવી દીધો હતો. જો કે, સુપ્રીમ કોર્ટનું કામ સામાન્ય રીતે દિવસના 3 વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ જાય છે.

મુસ્લિમોના વકીલ વાહિયાત માંગણીઓ કરી કેસને લંબાવી રહ્યાં હતા

પુસ્તકમાં રંજન ગોગોઈ ખૂબ જ સ્પષ્ટ અને હિંમતપૂર્વક જણાવે છે કે રામજન્મભૂમિ કેસમાં મુસ્લિમોના વકીલ રાજીવ ધવન વાહિયાત માંગણીઓ કરતા રહ્યા હતા જેથી કોઈપણ કારણોસર કેસને સ્થગિત કરવામાં આવે નહીં તો કેસ લાંબો ચાલે અને કોર્ટને નિર્ણય લેવામાં વિલંબ થાય. તેમનું એવું માનવું હતું કે જ્યા સુધી રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેશે ત્યાં સુધી રામ મંદિર અને બાબરી મસ્જિદ પર કોઈપણ જાતનો નિર્ણય થવો જોઈએ નહી. જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યાર પછીના ન્યાયાધીશ સાથે તેઓ પોતાનો અલગ વ્યવહાર કરશે એટલે કે મુસ્લિમ ભાઈઓના હિતમાં નિર્ણય લેવાશે. પરંતુ ગોગોઈ નિવૃત્તી પહેલા રામજન્મ ભૂમિ પર પોતાનો ઐતિહાસિક નિર્ણય લીધો. રંજન ગોગોઈ પોતાની બુકમાં રામજન્મભૂમિ અંગે લખે છે કે કયા કયા એ તત્વો હતા જે રામ મંદિરના નિર્ણયમાં વિલંબ કરાવવાનો પ્રયાસો કરતા હતા.

What convinced Rahul Gandhi about the need for demonstrative Hinduism?

જેના માતા-પિતા હિન્દુ નથી તે ક્યારે હિન્દુ બન્યો? શું રાહુલ અયોધ્યા રામમંદિરના દર્શન કરવા જશે?

તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા અને તેમને હિંદુતત્વ અંગે સવાલો કર્યા હતા. તેમણે લખ્યું કે કોંગ્રેસે પાર્ટીએ શું કામ નિર્ણય અંગે સાથ આપ્યો નહી? શું રાહુલ ગાંધી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જશે? રાહુલ ગાંધી હિન્દુઓમાં ભાગલા પાડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ જાણવું જોઈએ કે જેઓ હિંદુ છે તે જ હિંદુત્વવાદી છે. જેના માતા-પિતા હિંદુ નથી, તે ક્યારે હિંદુ બન્યો? તેમણે મંદિરના નિર્માણમાં કોઈએ સહકાર આપ્યો? જો નહીં, તો પછી તેમને હિંદુત્વ અને હિંદુત્વની વાત કરવાનો શો અધિકાર છે? જે હિન્દુતત્વ અંગે જ્ઞાન આપી રહ્યા છે તો દેશ તેમની પાસેથી જાણવા માંગે છે કે જો તેઓ હિંદુ છે તો તેમણે આ વાતની સાબિતી આપવી જોઈએ. શું તેમની માતા સોનિયાજીએ તેમનો ધર્મ અને નામ બદલીને જ તેમના પિતા સાથે ખ્રિસ્તી રીતે લગ્ન નથી કર્યા? ઉલ્લેખનીય છે કે કોર્ટનો નિર્ણય ન આવે તે માટે કોંગ્રેસના વર્તમાન નેતૃત્વ અને માત્ર થોડાક શુભેચ્છકો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અયોધ્યા કેસ પછી 3 દિવસમાં આ 4 મહત્વના ચૂકાદા સંભળાવશે મુખ્ય ન્યાયાધિશ રંજન  ગોગોઈ | India News in Gujarati

રામમંદિર કેસ ચાલી રહ્યો હતો ત્યારે પૂર્વ ચીફ જસ્ટિસ પર આક્ષેપો થયા હતા

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર તેમના ભૂતપૂર્વ જુનિયર સહાયક દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતા. જાતીય સતામણીના આરોપ પર રંજન ગોગોઈએ કહ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ગંભીર જોખમમાં છે અને તે ન્યાયતંત્રને અસ્થિર કરવાનું ‘મોટું ષડયંત્ર’ રચાય રહ્યું છે. આરોપ લગાવનાર મહિલાએ સુપ્રીમ કોર્ટના તમામ 22 જજોને એક પત્ર મોકલ્યો હતો, જેમાં જસ્ટિસ ગોગોઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પીડિતાં આરોપ હતો કે જો તે ગોગોઈની વાતથી સંમત ન થાય તો તેને નોકરી પરથી કાઢી મુકવામાં આવશે અને તેના પરિવારને વિવધ રીતે ત્રાસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બધા આરોપ રામજન્મભૂમિ વિવાદના ચુકાદાને પ્રભાવિત કરવા માટે જ થઈ રહ્યા હતા.

Most Popular

To Top