વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય કે વિરોધ પક્ષ હોય, કોઇની સાડીબારી રાખી નથી.
સમાચારમાં સાતત્ય તેમજ નિખાલસતાનું વલણ. સત્યનો ઉચિત આગ્રહ રાખવો એ તેના સમાચારની પારાશીશી છે. વખાણ કરવા જેવા હોય તેના વખાણ કરવા અને જે તે પક્ષની બાગભટાઇ ખુલ્લી પાડવી અને તેને ચાબખા મારતા પણ ડરવું નહિ. કિશોરાવસ્થા, પ્રોઢાવસ્થા તેમજ બુઝુગરોને વય પ્રમાણે નિર્ભેળ માહિતીપ્રદ વાંચન પીરસવું એજ જેનું ધ્યેય હોય એવા દૈનિક ગુજરાતમિત્રને કોટી કોટી વંદન.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.