
આમ તો ભારત દેશના દરેક શહેરોની જેમ સુરતમાં પણ ક્રિકેટ એકદમ ફેવરિટ સ્પોર્ટ રહ્યું છે, પણ હમણા ઓફ-લેટ સુરતમાં ફૂટબોલનાં ડેકમાં પણ ઉછાળો ધરખમ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોમાં સુરતમાં ફૂટબોલનો જો થોડો ઘણો પણ ક્રેઝ જોવા મળતો તો તે રાંદેર વિસ્તારમાં જયાં માત્ર ફૂટબોલ રમાતું જ નહોતું પણ તેને જોવાતું ને ફોલો પણ થતું હતું. ફૂટબોલ શિખવાડતી અને રમાડતી અનેક રાંદેરની કલબ્સ વચ્ચે પ્રતિયોગિતા પણ યોજાતી હતી. સુરતમાં પહેલા માત્ર ઘોડદોડ અને અઠવાલાઇન્સની બે સ્કૂલોમાં જ ફૂટબોલ ગ્રાઉન્ડસ હતા. પરંતુ છેલ્લા 10 વર્ષમાં સુરતના એલિટ વર્ગના લોકોમાં આ સ્પોર્ટનો એટલો ક્રેઝ વધ્યો કે હવે 15 જેટલી સ્કૂલોમાં ફૂટબોલ ટ્રેનિંગની ફેસિલિટિઝ ઉભી કરાઇ છે. રાંદેર, અઠવા, વરાછા, ઉધના વિ. વિસ્તારોમાં 60 જેટલી ફૂટબોલ એકેડેમી છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના 100 જેટલા બોયઝ અને 30-35 જેટલી ગલ્સ ગુજરાતની અલગ-અલગ ડિસ્ટ્રિકટ ટીમ્સમાં રમી રહ્યા છે. સુરતમાં હવે બોકસ ક્રિકેટની જેમ બોકસ ફૂટબોલના ઘણા અરીના પણ ઉભા કરાયા છે જયાં બર્થ ડે પાર્ટીઝનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. આપણા આ શહેરમાં ફૂટબોલના ગીયર અને એસેસરીઝનનું વાર્ષિક માર્કેટ 15 લાખ રૂપિયાનું છે. સુરતના દરેક ફેન ઇન્ટરનેશનલ પ્લેયર્સની બેથી ત્રણ તો જર્સી રાખે જ છે તેમાં પછી વ્યક્તિગત પ્લેયર્સની અને તેની ટિમ (ક્લબ)ની પણ ટી-શર્ટ હોય છે. હવે તો સુરતના ઉચ્ચ વર્ગના યંગસ્ટર્સ અને બાળકોમાં ફૂટબોલનું એ રીતનું ફોલોઇંગ જોવા મળે છે કે વિવિધ ઇન્ટરનેશનલ લીગ ફૂટબોલ મેચીઝ પ્રસારિત કરતી ચેનલોના સબસ્ક્રીપ્શન ખરીદીને રાત-રાત જાગીને મેચો જુએ છે. તો ચાલો સુરતમાં ફૂટબોલનો વધેલો ક્રેઝ અને નવા ટ્રેન્ડસ વિશે વિસ્તૃતમાં જાણીએ….
મેન ઓફ ધ મેચની ટ્રોફી મળી છે, રોનાલ્ડોની 7 નમ્બરની અને મેસીની 10 નંબરની જર્સી મારી પાસે છે: તુશ્ય પટેલ

તુશ્ય પટેલ અત્યારે બેંગ્લોરમાં રહીને સ્ટડી અને ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે હું ફૂટબોલ 8-9 વર્ષની ઉંમરથી રમું છું. હું સુરતમાં હતો ત્યારે ભાવનગરમાં સ્ટેટ લેવલની ટૂર્નામેન્ટ રમ્યો હતો. બેંગ્લોરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં બુકાની જુનિયર (એલ્કેમી) કલબમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરું છું. અહીં રહીને કર્ણાટક સ્ટેટ લેવલની બે ટુર્નામેન્ટ રમ્યો છું. મારી પાસે રોનાલ્ડોની 7 નમ્બરની અને મેસીની 10 નમ્બરની જર્સી છે. ઇન્ડિયાની ટીમની જર્સી તથા ઇન્ડિયાની ટીમના કેપ્ટન સુનિલ છે. છત્રીના ઓટોગ્રાફવાળી જર્સી છે. 4 અને 5 હજાર રૂ. ની કિંમતના ફૂટબોલના શૂઝ છે. હું બરોડામાં મેન ઓફ ધ મેચ પણ બન્યો છું.
લંડન અને સિંગાપોરમાંથી રોનાલ્ડોની સિગ્નેચરવાળા બે જોડી શૂઝ છે મેળવ્યા છે : રચિત માલપાણી

રચિત્તે જણાવ્યું કે, સોસાયટીમાં રમતા ફ્રેન્ડ્સે મને ફુરબોલ રમતા શીખવાડ્યું અને મને T. V.માં ફૂટબોલ મેચીસ જોવાની મજા આવતી. પછી સ્કૂલમાં રમવા લાગ્યો અને ફૂટબોલ શીખવા કલાસમાં પણ જતો. હું સ્ટેટ લેવલ પર વડોદરામાં સારું રમ્યો હતો. હવે એવું છે કે, ઓલ ઓવર વર્લ્ડના પ્લેયર્સનો લોકોમાં ક્રેઝ હોવાથી તેમને જોઈ જોઈને લોકોને રમવાની ઈચ્છા થાય છે. મને આ ગેમ એટલી પ્રિય છે કે મારી પાસે રોનાલ્ડોની સિગ્નેચરવાળા 25-25 હજાર રૂ.ની કિંમતના બે જોડી શૂઝ જે લંડન અને સિંગાપોરથો મેળવેલા છે તથા USની ફૂટબોલ જર્સી પણ છે ફૂટબોલના પ્લેયર્સની નમ્બર વાળી જર્સી હોય છે તેવી મારી પાસે 5-5 હજાર રૂ.ની કિંમતની પેરિસની બે જર્સી પણ છે અને ફૂટબોલ શૂઝની નીચે સ્ટડ્સ હોય છે જેનાથી લપસી નહીં પડાય તે પણ મારી પાસે છે.
ફૂટબોલની લાઈવ મેચ જોવા રશિયા, કતાર જઈ આવ્યો છું: નૈનિશ વખારિયા

નૈનિશ ફૂટબોલ સાહિતના સ્પોર્ટ્સના ગજબના રસિયા છે. તેમણે જણાવ્યું કે બાળપણથી જ શેરીના દોસ્તો અને રિલેટિવ્ઝ સાથે ક્રિકેટ, કેરમ, સાત ઠીકરી, ચલક ચલાણું, ગિલ્લી-દંડા, લખોટી, પકડા-પકડી, ખો-ખો રમતો રમતો. રાતો જાગીને વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, બાસ્કેટબોલ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, F1 Race, ચેસ જેવી રમતો TV પર બાળપણથી આજ સુધી જોતો આવ્યો છું. કોલેજ સમયમાં દિલ્હી સુધી રનિંગ રેસમાં અને ગુજરાતમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફૂટબોલની લાઈવ મેચ જોવાનો શોખ કઈ રીતે જાગ્યો તે મને જ સમજાતું નથી, રશિયન ભાષા સમજ નહીં આવતી હોવા છતાં કઝીન્સ સાથે રશિયા મેચ જોવા ગયો હતો. આ સફર રોમાંચક હતી અને ભાષાની બહુ તકલીફ નહીં પડી હતી. અહીં મેં આર્જન્ટીનાથી મેચ જોવા આવેલા લોકોનો તેમની ટીમને પ્રોત્સાહન આપવા માટેનો ગજબનો માહોલ જોયો. જે શહેરમાં ટુર્નામેન્ટ થવાની હોય તેની એક શેરી 24 કલાક માટે ખરીદી નૉન સ્ટોપ પોતાનું રાષ્ટ્રગીત અને ટિમને રિલેટેડ ગીત ગાઈને પ્રિ-સેલિબ્રેશન કર્યું. ટ્રેન-બસમાં પ્લેયર્સનો ઉત્સાહ વધારવા ઢોલ-નગારા વગાડતા જોયા હતાં. મેકિસકન ટીમ માટે મેક્સિકન લોકો પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી હાજરી આપે છે. કતારમાં મારા 9 વર્ષના દિકરા અને કઝીન સાર્થક જરીવાળા સાથે મેચ જોઈ આવ્યો હતો. ત્યાં મામાના ફ્રેન્ડને ત્યાં સ્ટે કર્યું હતું.
રાંદેર ફૂટબોલ એસેસરીઝ માટે મોટું માર્કેટ

ફૂટબોલ માટે રાંદેર સૌથી મોટું માર્કેટ છે અહીં ડ્રેસ, શૂઝ, કી-ચેન, સોક્સ બધી જ ફૂટબોલ એસેસરીઝ સહેલાઈથી મળી જાય છે. વર્લ્ડના જેટલા પણ ફેમસ પ્લેયર્સ છે તે તમામની જર્સી અહીં મળી જાય છે. ફેમસ પ્લેયર્સ રાઇટ પગમાં ગ્રીન તો લેફ્ટ પગમાં રેડ શૂઝ એટલે કે બંને પગમાં અલગ અલગ કલરના શૂઝ પહેરે છે. તે ટ્રેન્ડ સુરતના ફેન્સમાં પણ બે વર્ષથી છે.
લંડન અને સિંગાપોરમાંથી રોનાલ્ડોની સિગ્નેચરવાળા બે જોડી શૂઝ છે મેળવ્યા છે : રચિત માલપાણી

રચિત્તે જણાવ્યું કે, સોસાયટીમાં રમતા ફ્રેન્ડ્સે મને ફુરબોલ રમતા શીખવાડ્યું અને મને T. V.માં ફૂટબોલ મેચીસ જોવાની મજા આવતી. પછી સ્કૂલમાં રમવા લાગ્યો અને ફૂટબોલ શીખવા કલાસમાં પણ જતો. હું સ્ટેટ લેવલ પર વડોદરામાં સારું રમ્યો હતો. હવે એવું છે કે, ઓલ ઓવર વર્લ્ડના પ્લેયર્સનો લોકોમાં ક્રેઝ હોવાથી તેમને જોઈ જોઈને લોકોને રમવાની ઈચ્છા થાય છે. મને આ ગેમ એટલી પ્રિય છે કે મારી પાસે રોનાલ્ડોની સિગ્નેચરવાળા 25-25 હજાર રૂ.ની કિંમતના બે જોડી શૂઝ જે લંડન અને સિંગાપોરથો મેળવેલા છે તથા USની ફૂટબોલ જર્સી પણ છે ફૂટબોલના પ્લેયર્સની નમ્બર વાળી જર્સી હોય છે તેવી મારી પાસે 5-5 હજાર રૂ.ની કિંમતની પેરિસની બે જર્સી પણ છે અને ફૂટબોલ શૂઝની નીચે સ્ટડ્સ હોય છે જેનાથી લપસી નહીં પડાય તે પણ મારી પાસે છે.
હાલ પેરિસમાં ગ્રેજ્યુએશન કરવાની સાથે ફૂટબોલ રમું છું: ક્રિશ કડીવાળા
ક્રિશ કડીવાળાએ જણાવ્યું કે હું 10 મહિનાનો હતો ત્યારે મારી પાસેના એક રમકડાને લાત મારીને રમતો એના પરથી મારા પેરેન્ટ્સને આછો ખ્યાલ આવ્યો હતો કે મને ફૂટબોલની રમતમાં કદાચ ઇન્ટરેસ્ટ પડી શકે છે. હું છઠ્ઠા ધોરણ સુધી સુરતમાં ભણ્યો અને અહીં જ મને ફૂટબોલ રમવાનું ગમવા લાગ્યું હતું. સ્કૂલમાં રમતના સિલેક્શનમાં મેં ફૂટબોલ પસંદ કર્યું હતું પછી હું અને મારો ભાઈ ટ્વિન્સ છીએ અમને નાસિકમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મુકવામાં આવ્યા હતાં. 7થી 12માં ધોરણ સુધી નાસિકમાં ભણ્યો હતો. એ વખતે પણ મારા કોચીસ મારુ ફૂટબોલમાં સારું પરફોર્મન્સ હોવાનું મારા પેરેન્ટ્સને કહેતા. ક્રિશના મધરે જણાવ્યું કે અત્યારે ક્રિશ હાલમાં પેરિસમાં ગ્રેજ્યુએશન કરે છે અને એની સાથે પ્રોફેશનલી પણ રમે જ છે. આગળ જઈને ભવિષ્યમાં પણ ફૂટબોલની ફિલ્ડમાં જ કરિયર બનાવશે.
20 નેશનલ અને 3 ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ રમી છું: નંદીની કાપડિયા

24 વર્ષની નંદીનીએ જણાવ્યું કે હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ભાઈ અને તેના મિત્રોને ફૂટબોલ રમતા જોઈ મેં પણ રમવાનું શરૂ કર્યું હતું. મારું સારું પરફોર્મન્સ જોઈને મારા કોચે મને સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ રમવા પ્રોત્સાહિત કરી હતી. પછી તો નેશનલ લેવલ માટે મારું સિલેક્શન થયું. નેશનલ લેવલની 20 ટુર્નામેન્ટ રમી છું તેમાં 10 મેચમાં ગુજરાતની ટીમની કેપ્ટન હતી. ઓડીસા, અરુણાચલ પ્રદેશ, મણીપુર, કેરલા, રાજસ્થાન ખાતે નેશનલ અને મલેશિયા તથા ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ મેચ રમી ચુકી છું. ફૂટબોલમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ હોવાથી સ્ટડી હું એ રીતે મેનેજ કરતી કે એકઝામના એક મહિના પહેલા આખું સિલેબસ પૂરું કરતી હતી. અત્યારે સ્પોર્ટ્સની ફિલ્ડમાં જ કરિયર બનાવવા મેં માસ્ટર ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટની ડીગ્રી U.K. માંથી મેળવી છે.