ગાંધીનગર: ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ (Food Processing Industries) મંત્રાલય એ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY)ની વિવિધ પેટા યોજનાઓ હેઠળ ગુજરાત (Gujarat) રાજ્યમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને (Project) મંજૂરી આપી છે, જે કાર્યક્ષમ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સાથે ખેતરથી ગેટથી રિટેલ આઉટલેટ સુધી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક વ્યાપક પેકેજ છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે શુક્રવારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના કેચમેન્ટ વિસ્તારમાં બગાડમાં ઘટાડો, જોખમ ટાળવા, ખાતરીપૂર્વકનું બજાર, ખેડૂતોની વાર્ષિક આવક સહિત ફાર્મ ગેટના ભાવમાં વધારાની દ્રષ્ટિએ દેખીતી અસર કરે છે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાએ 15મા નાણાપંચ દરમ્યાન મંજૂર કરાઈ છે. આ 76 પ્રોજેકટમાં એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર્સ (APC) 5, બેકવર્ડ એન્ડ ફોરવર્ડ લિન્કેજ (BFL) 8, ફૂડ પ્રોસેસિંગ/પ્રિઝર્વેશન કેપેસિટી (CEFPPC)નું સર્જન/વિસ્તરણ 31, ઈન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઈન એન્ડ વેલ્યુ એડિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ICC) 27, મેગા ફૂડ પાર્ક (MFP) 2, ઓપરેશન ગ્રીન (OG) હેઠળ 3 પ્રોજેકટનો સમાવેશ થાય છે.
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને મંજૂરી આપી
By
Posted on