કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે.
જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોનાને પગલે મહાસત્તાઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. વિકસિત દેશોમાં પણ કોરોનાનો કહેર જારી છે. જેને પગલે અલગ અલગ દેશોએ પોતોના નાગરિકોને સલામત રીતે બોલાવાનું શરૂ કર્યું છે. આ માટે જે તે દેશમાં હાઈ કમિશને ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા એમ્બેસી ઓફિસને જાણ કરી પોતોના દેશના નાગરિકોને બોલાવવા તજવીજ શરૂ કરી છે. શહેર અને જિલ્લામાંથી અમેરિકાના 23, જર્મનીના 5 અને ફ્રાંસના 2 નાગરિકોને ત્યાંની સરકાર સુરતથી હેમખેમ લઈ ગઈ છે. અમદાવાદથી બસની વ્યવસ્થા જે-તે એમ્બેસીએ કરી હતી. આવનારા દિવસોમાં બ્રિટન અને યુરોપના અલગ અલગ દેશના નાગરિકોને પણ ભારતથી પોતાના ત્યાં લઈ જવામાં આવશે.
જર્મનીની એમ્બેસીએ ઇનોવા મોકલી પણ સુરતથી ત્યાના નાગરિકોએ જવાની ના પાડી
જર્મન એમ્બેસીએ પણ અમદાવાદથી એક ઇનોવા સુરતમાં ફસાલેયા ત્યાંના નાગરિકોને લેવા માટે મોકલી હતી પરંતુ સ્વૈચ્છિક રીતે આ નાગરિકોએ હાલ પુરતું ત્યાં જવા ઇનકાર કર્યો હતો. તેમનો વિઝીટર વિઝા પિરયડ હજી ચાલી રહ્યો છે. જેથી તેમને હાલ સુરતમાં રોકોવાનું મુનાસીબ સમજ્યું છે.