Gujarat

સરકાર ફાયર સેફ્ટીના મુદ્દે ધીમી ગતિએ કામ કરી રહી છે: હાઇકોર્ટની ફટકાર

રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે સરકાર ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીર હોય તેવું લાગતું નથી ધીમી ગતિએ કામ કરી રહી છે. હાઈ કોર્ટે નિર્દેશ કરતાં કહ્યું હતું કે બીયુ પરમિશન અને ફાયર અંગે ચોક્કસ પોલીસી બનાવવામાં આવે અને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવે.
હાઈકોર્ટમાં અરજદાર તરફથી એડવોકેટે રજુઆત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં હજુ પણ ઇમારતો ફાયર સેફ્ટી વિનાની છે.

રાજ્યમાં કોલેજો-શાળાઓ, કોર્મશિયલ બિલ્ડીંગો, સહિત ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારે સવાલ કર્યાં હતા કે બીયુ પરમીશ અને ફાયર સેફ્ટીના મામલે શું પગલાં લીધા છે. જે બિલ્ડીંગ પાસે બિયુ પરમિશન નથી, તેની પાસે ફાયર એનઓસી ક્યાંથી આવે છે ? કેટલીક હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં ચાલતી હોય છે, તેમની વિરૂદ્ધ કોઇ પગલાં લીધા કે પછી એજ પ્રકારે ચાલુ રહેવા દેવાની છે ? તમે શું પગલાં લેશો તે તાત્કાલિક જણાવો.

અરજદાર વકીલે કહ્યું હતું કે રાજ્યમાં હજુ પણ બહુમાળી ઇમારતો ફાયર સેફ્ટી વિના ધમધમી રહી છે. સ્કૂલ, કોલેજો અને સ્પેશિયલ બિલ્ડીંગો સહિત ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, શાળા- કોલેજોમાં ફાયર સેફ્ટીને લઇને ગંભીર પગલાં ભરી રહ્યા છીએ. જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવે રહી છે. ઘણીવાર એકમો અને સ્કૂલોને બીયુ પરમિશન પણ હોતી નથી. કાયદ હેઠળ અમે પગલાં ભરતાં જ હોઇએ છીએ. એનઓસી અને બિયુ પરમિશન માટે વધુ સમય આપવો જોઈએ. અમે બિલ્ડીંગો સીલ કરીશું અથવા નવી બિલ્ડીંગોને શરૂ કરવાની પરમિશન નહી આપીએ.

Most Popular

To Top