વડોદરા : વડોદરા ફાયર વિભાગે સેફટી મુદ્દે બેદરકારી રાખનાર સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝામાં બે દિવસ અગાઉ પહેલા આગ લાગી હતી. જેમાં ફાયર વિભાગે તપાસ કરતા એન ઓ સી રીન્યુ ના કરતા જઇબીનું કનેક્શન કટ કરીને સિલની મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મા ફાયરસેફ્ટી ની બેદરકારી બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરામાં ફાયર વિભાગની નબળી કામગીરી ચાલી રહી છે. ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનુજ પટેલ ના એલ એમ પી ગ્રુપ એ બનાવેલી સયાજીગંજ વિસ્તારમાં સુરજ પ્લાઝા કોમ્પલેક્ષ ના બે દિવસ અગાઉ બેંક ઓફ બરોડાની લોન રીકવરી શાખા માં આગ લાગી હતી. ત્યારબાદ ફાયર વિભાગે તપાસ કરતા ફાયર એન ઓ સી રીન્યુ ન કરતા જેઇબી નું કનેક્શન કટ કરીને સિલ ની કામગીરી કરી હતી. એક વરસ અગાઉ 26 માર્ચ 2021 ના રોજ પણ ફાયર વિભાગે નોટિસ આપી હતી ત્યારે બાંહેધરી આપવામાં આવી હતી. કે ફાયર સિસ્ટમ નાખીને કાર્ય કરી દેવામાં આવશે પરંતુ બે દિવસ અગાઉ જ્યારે આગ લાગે ત્યારે ફાયરનાં સાધનો કાર્યરત હતા નહીં જેથી આ વિભાગ સિલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
એનઓસી ના હોય તો તેવી અનેક મિલકતોને સીલ મારવાની પૂરજોશમાં ચાલતી કામગીરી
હાઇ કોર્ટના આદેશથીઅમદાવાદ, સુરત, રાજકોટમાં રોજેરોજ કોમર્શિયલ મિલકત, હાઇરાઇઝ બિલ્ડીંગો, સ્કૂલો, હોસ્પિટલમાં એનઓસી ના હોય તો સિલ મારવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. શહેરમાં કાગળની ગેમ છે. સ્થળ પર ગયા વગર, સ્થળ નિરીક્ષણ કર્યા વગર સાધનોની ચકાસણી કર્યા વગર વહીવટદારો ,દલાલો, એજન્ટ ચોક્કસ રકમ આપી પ્રોવિજનલ, એન.ઓ.સી આપી દે છે. અને મોસ મોટો વહીવટ થાય છે.149 જેટલી સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ફાયરનાં સાધનો અને એન ઓ સી રીન્યુ ન કર્યા, ફાયર સિસ્ટમ એક્સપાયરીવાળા અથવા કાર્યરત ન હોય. સરકારી વિભાગમાં નોટિસ આપવાની ફાયર વિભાગને જીગર ચાલતી નથી. લોકોને કાયદો બતાવનાર સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં ફાયર વિભાગના સાધનો ના હોય તો ખાનગી હાઈરાઈઝ બિલ્ડીંગો હોસ્પિટલોમાં, સ્કૂલો ,બેંકો ઇન્સ્યોરન્સ કંપની, હોટલ, રેસ્ટોરન્ટ , વગેરેમાં ક્યાંથી હોય.