સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક મિલમાં ભીષણ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ એકે રોડ પર આવેલી લબ્ધી ડાઇંગ મિલમાં આ ભીષણ આગ લાગી હતી. ફાયરની ટીમો રવાના થઇ છે જે આગ ઓલવવાના પ્રયત્નો કરી રહી છે.
આગ એટલી ભીષણ હતી કે દૂરથી ધૂમાડો જોઇ શકાતો નથી. આ આગને કારણે કંપનીના 4 કર્મચારી તેમજ ફાયર બ્રિગેડના એક જવાનને ઇજા પહોંચી હતી. તમામ લોકોને કંપનીની બહાર કાઢવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવાં માટે 14 ફાયર સ્ટેશનની 25 ગાડીઓ પહોંચી હતી. દોઢ કલાક ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કોશીશ કર્યા બાદ આગ પર કાબુ મેળવવામાંં આવ્યો હતો.
આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંધાનિધી પાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા.