સુરત: પાંડેસરા (Pandesara) જીઆઇડીસીમાં (GIDC) આવેલી અમિન સિલ્ક મીલમાં (Amin Silk mill) શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે આગ (Fire) લાગી હતી. ગ્રે કાપડનો મોટો જથ્થો આગમાં ભડકે બળ્યો હતો. આગની જાણ ફાયર કંટ્રોલને કરાતા પાણીના ટેન્કરો અને ફાયટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્રણ કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
- મોડી રાત સુધી ફાયર વિભાગે કુલિંગની કામગીરી કરવી પડી
ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગતો અનુસાર શનિવારે રાત્રિના સાડા નવ વાગ્યે પાંડેસરા જીઆઇડીસી બેંક ઓફ બરોડાની બાજુમાં આવલી અમિન સિલ્ક મીલમાં એકાએક આગ લાગી ગઇ હતી. ગ્રાઉન્ડ પ્લસ બે માળની મીલમાં ગ્રે-કાપડના સ્ટોરેજથી લઇ બંને માળ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર કંટ્રોલને કોઇ રાહદારીએ આગની જાણ કરતા ફાયરનો મોટો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. આગ ઉપર સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. ડિવિઝન ફાયર ઓફીસર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, 16થી વધુ ફાયર ટેન્કરો આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. કોઇ ઇજાગ્રસ્ત કે મીલમાં કામદારો ફસાયા હોવાનું હજી સુધી સામે આવ્યું નથી. મીલ માલિકનું નામ ઇકબાલ દાદા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.
વડોદરાની કંપનીમાં એક પછી એક 8 બ્લાસ્ટ થતાં લોકો જીવ બચાવવા મુઠ્ઠી વાળીને દોડ્યાં
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં ગુરૂવારે સાંજે 6 વાગ્યાના સુમારે બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ છે. એક બાદ એક 8 ધડાકા થયા હતા જેના લીધે લોકો જીવ બચાવવા દોડ્યા હતા. 15થી 20 કિલોમીટર દૂર સુધી આ ધડાકાના અવાજ સંભળાયા હતા. બ્લાસ્ટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી ફાયર બ્રિગેડનો કાફલો આગ પર કાબુ મેળવવા દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઈટ્રેટ નામની કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.