સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને કુલ રૂા. 3.35 કરોડની નાણાકીય સહાય થઈ છે. જે મોટી મોટી સંસ્થાઓ દ્વારા મનપાને કરવામાં આવી છે. મનપા દ્વારા ખાસ એકાઉન્ટ નંબર જાહેર કરાયો છે. જેમાં વિવિધ સંસ્થાઓ મદદ કરી છે.
કઈ સંસ્થાઓ કેટલી મદદ કરી?
-એન્વાયરો કંટ્રોલ એસોસીએશન પ્રા.લિ દ્વારા 1 કરોડ પાંચ લાખ
-રીલાયન્સ ઈન્ડ દ્વારા 1 કરોડ
-ફાઉન્ટેઈન હેડ સ્કુલ 25 લાખ
-ઈન્ડીંયન ઓઈલ કોર્પોરેશન લી.દ્વારા 24.37 લાખ
-સુરત મ્યુ. કો ઓપરેટીવ બેંક દ્વારા 21 લાખ
-લવજીભાઈ દાલીયા દ્વારા 1.67 લાખ
-શેઠ પ્રેમચંદ ઈશ્વરલાલ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 લાખ
-ઘારપ્યોર એન્જીનીયરીંગ દ્વારા 11 લાખ
-દુર્ગા સિન્ટેક્ષ પી દ્વારા 5 લાખ
-ગાર્ડન સીલ્ક મીલ્સ દ્વારા 4 લાખ
-સુરતી મોઢવણીક દ્વારા 3 લાખ
-ગોલ્ડ બલ્યુ મશીનરી એલએલપી દ્વારા 2 લાખ
-ઈક્વીપ ટ્રાન્સ લીજીસ્ટીક દ્વારા 2 લાખ