ઓઈલ બનાવતી કંપનીના રીએક્ટરમાં ભીષણ આગ, 10 કામદારોનો બચાવ

પાદરા: પાદરા ના એકલબારા ગામની સીમમાં આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો નાસ ભાગ મચી જવા પામી હતી, આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી ધુમાડા ના ગોટા દેખાતા હતા. આગ લાગતા કંપની બહાર લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ધટના સ્થળે પહોચી હતી ત્યારે કલાકો ની જહેમત બાદ ૮ જેટલા ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવા સફળતા મળી હતી, કયા કારણોસર આગ લાગી તેનું હજી સુધી  ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. પરંતુ આગથી કંપનીને લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યું હોવાનું પ્રાથમિક જાણવા મળે છે. આગની ઘટનામાં કોઈ જાનીહાનિ નહિ થઇ હોવાનું કંપની માલિકે જણાવ્યું હતું.  

પાદરાના એકલબારા ગામની સીમમાં પાદરા – મુજપુર – બોરસદ હાઈવે રોડ પર આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે ૧૦ વાગ્યાની આસ પાસ રીએક્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, કેસ્ટર ઓઈલના ઉત્પાદનો કરતી આ ખાનગી કમ્નીમાં આજે સવારે ૧૦ વાગ્યા ના સુમારે પ્રાથમિક તબ્બકે યાંત્રિક ખામી સર્જાતા આગ ભભૂકી ઉઠી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, જે કંપની ના એકલબારા પ્લાન્ટ માં આગ લાગી હતી તેમાં ૧૦ જેટલા કામદારો કામ કરતા હતા જે તમામ લોકો ને સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘટના સંદર્ભે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી અને બળી ને ખાખ થઇ જવા પામી હતી. ધીમે ધીમે આગ વિકરાળ બનતા આસ પાસ ની ખાનગી કંપની ઓના ફાયર ફાઈટરો આગ બુજાવવા દોડી આવ્યા હતા, જે સાથે સ્થાનિક મહુવડ તેમજ વડોદરા ફાયર ફાઈટર પણ ફોમ તેમજ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

125 બેરલ આગમાં સળગી ઉઠતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કંપની માલિક મેહુલ દેસાઈ એ જણાવ્યું હતું કે આજે સવારે ૧૦ વાગ્યાની આસ પાસ કંપનીમાંથી કોલ આવેલ કે કંપની માં આગ લાગી છે જેમાં પ્લાન્ટ માં આવેલ રીએક્ટર માં રીએક્શન થયું હોય તેમ લાગે છે યાંત્રિક ખામી સર્જાતા આગ લાગી છે આગ ને કંટ્રોલમાં લેવા પ્રાથમિક તબ્બકે પાણી નો મારો ચલાવવામાં આવ્યો હતો અને વડોદરા ફાયર ને પણ અમો જાણ કરી હતી ગોડાઉન માં પડેલ આશરે ૧૨૫ જેટલા બેરલ આગમાં સળગી ઉઠતા આગ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. અને કંપનીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોવાનો દાવો કંપની મળી મેહુલ દેસાઈ એ કર્યો હતો.

ફાયર સેફ્ટી અિધકારી દ્વારા તપાસ કરાય તો અનેક ખામીઓ બહાર આવે
કંપની માલિકે ફાયરના પૂરતા સાધનો હોવાનો દાવો કર્યો છે ત્યારે પૂરતા ફૌયર સેફ્ટીના સાધનો હોવા છતાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર સેફટી ને લઇ અનેક સવાલો ઉભા થાય છે. જેની ફાયર સેફટી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી ખરી ખામીઓ બહાર આવે તેમ છે.

Most Popular

To Top