રાજ્યમાં કોરોનાના કેસની પકડ ઢીલી પડતી જાય છે. પરિણામે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને દસ હજારની અંદર થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 9542 છે. જ્યારે સોમવારે રાજ્યમાં નવા 405 કેસ નોંધાયા હતા. સાથે 1,106 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં કુલ 6 દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદ મનપામાં 2, સુરત મનપા-ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ભરૂચમાં 1-1 મળી કુલ 6 દર્દીનાં મૃત્યુ થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,003 થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 9,542 વેન્ટિલેટર ઉપર 223 અને 9,319 દર્દી સ્ટેબલ છે. સોમવારે નવા કેસની સંખ્યા 405 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 47, સુરત મનપામાં 54, વડોદરા મનપામાં 37, રાજકોટ મનપામાં 19, ભાવનગર મનપામાં 2, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 8 અને જૂનાગઢ મનપામાં 12 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 24, વડોદરા ગ્રામ્યમાં 24, જૂનાગઢ ગ્રામ્યમાં 18, ભરૂચમાં 9, રાજકોટ ગ્રામ્યમાં 13, વલસાડમાં 8, અમરેલીમાં 12, આણંદમાં 6 નવા કેસ નોંધાયા છે.
18થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,99,812, બીજો ડોઝ 5,318, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 56,222, બીજો ડોઝ 26,186, જ્યારે હેલ્થકેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 3,443, અને બીજો ડોઝ 2,150 આમ કુલ 2,93,131 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,05,58,024 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.